ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારી કર્મચારીઓ જો કોવિડ પોઝિટિવ આવે તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ સારવાર - special story

સરકારી કર્મચારીને જો કોરોના પોઝિટિવ આવે અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનું થયું તો કર્મચારીએ પોતાના સ્વખર્ચે જ સારવાર કરવાની પરિસ્થિતિ ઉભી થઇ છે. જો સરકારી કર્મચારીઓને પણ જો પૈસા બચાવવા હશે તો સરકારી હોસ્પિટલમાં જ સારવાર મેળવવી પડશે, પરંતુ 22 મે 2020ના રોજ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે જો સરકારી કર્મચારીનું નિધન થાય તો 25 લાખની સહાય આપવામાં આવશે.

સરકાર નથી આપતી ખાનગી હોસ્પિટલનું બિલ
સરકાર નથી આપતી ખાનગી હોસ્પિટલનું બિલ

By

Published : Apr 22, 2021, 7:19 PM IST

Updated : Apr 22, 2021, 7:36 PM IST

  • સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર
  • સરકાર નથી આપતી ખાનગી હોસ્પિટલનું બિલ
  • જો કર્મચારી પોઝિટિવ આવે તો સરકારી હોસ્પિટલમાં સારવાર
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર પોતના સ્વખર્ચે જ કરવી પડે છે

ગાંધીનગર:રાજ્યમાં કોરોનાનો કાળો કહેર છે. સરકારી કે ખાનગી હોસ્પિટલમાં એક બેડ મેળવવા અનેક પ્રયત્નો કરવા પડી રહ્યા છે, ત્યારે જો સરકારી કર્મચારી એટલે કે રાજ્ય સરકારના કર્મચારીને જો કોરોના પોઝિટિવ આવે અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનું થયું તો કર્મચારીએ પોતાના સ્વખર્ચે જ સારવાર કરવાની પરિસ્થિતિ ઉભી થઇ છે. તેવી સરકારી સુત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં મફતમાં સારવાર જે રીતે સામાન્ય લોકો લઇ રહ્યા છે. તેવી જ રીતે સરકારી કર્મચારીઓને પણ જો પૈસા બચાવવા હશે તો સરકારી હોસ્પિટલમાં જ સારવાર મેળવવી પડશે પરંતુ 22 મે 2020ના રોજ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે જો સરકારી કર્મચારીનું નિધન થાય તો 25 લાખની સહાય આપવામાં આવશે.

જો કર્મચારી પોઝિટિવ આવે તો સરકારી હોસ્પિટલમાં સારવાર

આ પણ વાંચો:મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ

ખાનગી હોસ્પિટલના બિલ સરકાર નથી કરતી પાસ

રાજ્ય સરકાર હસ્તકના સરકારી કર્મચારીને જો કોરોના સંક્રમણ થાય તો તેઓને સરકારી હોસ્પિટલમાં ભરતી થવું પડે છે. જો ખાનગી હોસ્પિટલમાં કર્મચારી સારવાર મેળવવા જાય તો રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના ખાનગી હોસ્પિટલના બિલ પાસ કરવામાં આવતા ન હોવાનું સુત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ બાબતે સરકારમાં કર્મચારીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઇ પરીણામ સામે આવ્યું નથી.

કેબિનેટમાં ચર્ચા કરવાનું આપ્યું હતું આશ્વાસન

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોવિડની સારવાર માટે સરકારી કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલના સરકારી કર્મચારીના બિલ રાજ્ય સરકાર રીએમ્બર્સમેન્ટ કરી દે, આ બાબતે કર્મચારીઓ દ્વારા પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે રાજ્યના નાણાં પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કેબિનેટમાં નિર્ણય અને ચર્ચા કરીને આખરી નિર્ણય કરવાનું આશ્વાસન આપ્યું હતું. જેનું હજુ સુધી કોઇ નક્કર પરીણામ આવ્યું ન હોવાની વિગતો સામે આવી રહી છે.

આ પણ વાંચો:સચિવાલયમાં કોરોનાના 28 પોઝિટિવ કર્મચારીઓ, કુલ 3000થી વધુ ટેસ્ટ થયાં

સરકારને અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે: સંજય પટેલ મહામંત્રી કર્મચારી યુનિયન

સંજય પટેલે ETV Bharat સાથેની ખાસ ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ રાજ્ય સરકારને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે, જ્યારે છેલ્લું આવેદનપત્ર 15 -20 દિવસ પહેલા સરકારને આપીને રજૂઆત કરી હતી કે, કોવિડ કેસમાં રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે કેસલેસ સિસ્ટમ કરી દે આ ઉપરાંત જેમ સાંસદ સભ્ય અને ધારાસભ્યને સુવિધાઓ આપવામાં આવે છે. તેવી જ સુવિધાઓ સરકારી કર્મચારીઓને આપવામાં આવે.

સરકારી કર્મચારી જો કોવિડમાં નિધન પામે તો 25 લાખની સહાય

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીને ખાનગી હોસ્પિટલના ખાનગી બિલો પાસ કરવામાં આવતા નથી, ત્યારે 22 મે 2020ના રોજ રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ખાસ નોટીફિકેશન કરવામાં આવ્યું છે કે, જો કોઇ સરકારી કર્મચારી કોવિડ 19ને લઇને નિધન પામે તો કર્મચારીના આશ્રિતોને 25 લાખની સહાય આપવામાં આવશે. આ ઠરાવ હેઠળ સચિવાલયના વિભાગોએ તેમના વિભાગ હસ્તકના કોઇ કર્મચારી અથવા અધિકારી અવસાન થાય તેવા કિસ્સામાં લાગુ પડશે.

Last Updated : Apr 22, 2021, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details