ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે કર્મચારીઓને આપી દિવાળીની ભેટ, વગર વ્યાજે મળશે રૂપિયા 10,000ની ગિફ્ટ લોન - festival advance

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને 10,000 રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સની જાહેરાત કરી છે. જેમાં ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહિત કરવા માટે કાર્ડ સ્વરૂપમાં આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ પણ કરી છે.

vijay rupani
vijay rupani

By

Published : Nov 12, 2020, 5:40 PM IST

  • રાજ્ય સરકારે દિવાળી નિમિત્તે સરકારી કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત
  • સરકારી કર્મચારીઓને મળશે 10,000ની રોકડ ગિફ્ટ લોન
  • 10 માસિક હપ્તે વગર વ્યાજે આપવામાં આવશે લોન

ગાંધીનગર : દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારેમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને 10,000 રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સની જાહેરાત કરી છે. જેમાં ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે કાર્ડ સ્વરૂપમાં આપવામાં આવશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ફક્ત સરકારી કર્મચારીઓને રૂ પે કાર્ડ દ્વારા 10,000 ગિફ્ટ લોન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દિવાળીના તહેવારોમાં નાના વેપાર ધંધા રોજગારને વેગ મળે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારના 5 લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દિવાળી ભેટ હેઠળ રૂ પે કાર્ડ મારફતે 10,000 રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારે અંદાજીત 500 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે. જ્યારે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ એડવાન્સ રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂ પે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

10 માસિક હપ્તામાં રકમ પરત કરવાની રહેશે

રાજ્ય સરકારે જાહેર કરેલી 10,000 રૂપિયાની ગિફ્ટ લોન સહાયમાં કર્મચારીઓને આવનારા 10 માસિક હપ્તામાં આ રકમ પરત કરવાની રહેશે. જે તેમના પગાર ધોરણમાંથી દર માહિને 1,000 રૂપિયાના હપ્તે લેવામાં આવશે.

રોકડા નહીં પણ ડિજિટલ ટ્રાજેક્શન માટે ગિફ્ટ લોન

રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ટ્રાજેક્શનને પ્રોત્સાહિત કરવા માટે 10,000 રૂપિયાની ગિફ્ટ લોન રૂપે કાર્ડ દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું પેમેન્ટ ફક્ત ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા જ થઈ શકશે. આમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપવા માટે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને ગિફ્ટ લોન આપવાની જાહેરાત કરી છે.

6 નવેમ્બર -રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને 3500ની મર્યાદામાં બોનસ અને સરકારી કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું ચૂકવાશે

રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળ પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. જે બાદ લોકડાઉનને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો હતો. જેથી મોંઘવારી ભથ્થુ આપવાની સરકારે મનાઈ ફરમાવી હતી. જે બાદ ફરીથી ધંધા-રોજગાર શરૂ થતા સરકારની આવક વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયાની મર્યાદામાં બોનસ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details