ગુજરાત

gujarat

ETV Bharat / city

બિન-નિવાસી ગુજરાતીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો - gujarat tourism

ગાંધીનગરઃ વૈશ્વિક સ્તરે રાજ્યમાં પ્રવાસન વધારવા માટે હવે રાજ્ય સરકાર અનેક નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે. બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓનો રાજ્યની સંસ્કૃતિ, મૂલ્યો, અસ્મિતા, પરંપરા, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો તેમજ પોતાના મૂળ સાથે તેમનો નાતો જોડાઇ રહે તે માટે રાજ્ય સરકારે ‘ગુજરાત દર્શન યોજના’ અમલી બનાવી છે.

પ્રદિપસિંહ જાડેજા

By

Published : Aug 31, 2019, 1:50 AM IST

Updated : Aug 31, 2019, 8:54 AM IST

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના હેઠળ રાજ્યની મુલાકાતે આવતા પ્રતિ વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતી માટે 10 હજાર સુધીનો સરભરા ખર્ચ રાજ્ય સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ગાંધીનગર - બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજના ભવનો ખરીદવા - વિસ્તરણ - બાંધકામના હેતુ માટે અપાતી સહાય રૂા. ૨૨ લાખથી વધારી રૂા. ૪૦ લાખ કરાઇ, મરામત - સમારકામ કે નવિનીકરણ માટે અપાતી રકમ પણ રૂા. ૬ લાખથી વધારી રૂા. ૧૦ લાખ કરવામાં આવી છે. વધુમાં આ કાર્યક્રમ માટે પ્રતિ વર્ષ મહત્તમ સંખ્યા 150ની નક્કી કરવામાં આવી છે. જેમાં લીડર સહિત મહત્તમ 25-25 ના 6 ગૃપ રહેશે. આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં 15 લાખની જોગવાઇ પણ કરી છે. તેમ બિન-નિવાસી ગુજરાતી પ્રભાસપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019-20થી બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા 60 થી 70 વર્ષની આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો ગુજરાતની મુલાકાતે આવી શકે તે માટે ‘ગુજરાત દર્શન યોજના’ અમલી બનાવી છે. આ યોજના હેઠળ નિયત આયુ ધરાવતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતમાં 6 દિવસ અને 7 રાત્રિ રોકાણ કરી શકશે. આ દિવસો દરમ્યાન તેમનો રહેવા-જમવાનો વિવિધ સ્થળોની મુલાકાત સહિતનો પ્રતિ વ્યક્તિ 10 હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ યોજના અંતર્ગત અન્ય રાજ્યોમાંથી ગુજરાતની મુલાકાતે આવતા વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓની તમામ સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા અને જવા માટેનો ખર્ચ જે-તે વ્યક્તિ અથવા ગૃપે આપવાનો રહેશે. છેલ્લા પાંચ વર્ષથી રાજ્યની મુલાકાતે આવેલા ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોને અગ્રતા આપવામાં આવશે.

આ નવિન યોજના અંતર્ગત ગુજરાતમાં સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકા, સારંગપુર, અંબાજી, સૂર્ય મંદિર - મોઢેરા, અડાલજની વાવ - ગાંધીનગર, લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા, સાબરમતી આશ્રમ- અમદાવાદ, ઇન્ડો પાર્ક બોર્ડર - સૂઇગામ (નડાબેટ) તેમજ વિશ્વ પ્રસિધ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવા વિવિધ સ્થળોની મુલાકાત લઇ શકાશે.

Last Updated : Aug 31, 2019, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details