ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારે રણનીતિ બદલી, અધિકારીઓનું બ્રિફિંગ રદ

ગુજરાતમાં કોરોનાના કહેરની શરુઆત થઈ અને સમગ્ર દેશમાં લોકડાઉન થયું ત્યારે ગુજરાત સરકાર દ્વારા દિવસમાં 4 વખત પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતીઓ આપવામાં આવતી હતી પરંતુ હવે છેલ્લા 4 દિવસથી સરકારે તમામ પત્રકાર પરિષદો રદ કરીને ફક્ત કોરોનાની આંકડાકીય  માહિતી આપવામાં આવે છે. જ્યારે કોરોના વિષયની આરોગ્ય વિભાગની પ્રેસનોટ પણ બદલી નાખવામાં આવી છે. આમ બ્રિફિંગ બંધ થવા પાછળ સરકારની કોઈ સ્ટ્રેટજી હોય તેવું લાગી રહ્યું છે.

સરકારે રણનીતિ બદલી, અધિકારીઓનું બ્રિફિંગ રદ
સરકારે રણનીતિ બદલી, અધિકારીઓનું બ્રિફિંગ રદ

By

Published : May 27, 2020, 4:04 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ અને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતની પરિસ્થિતિ વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમાર રાજ્યના સિવિલ સપ્લાય, દૂધ સપ્લાય, શ્રમિક ટ્રેન અને સીએમ વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણયો બાબતે જાણકારી આપતાં હતાં. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા રાજ્યના લોકડાઉન દરમિયાન કાયદા અને પરિસ્થિતિ અંગેની જાણકારી સાથે લોકડાઉનના કડક અમલીકરણના નવા નિયમોની માહિતી આપતાં હતાં.

સરકારે રણનીતિ બદલી, અધિકારીઓનું બ્રિફિંગ રદ
આ સાથે જ કોરોનાની મહામારી દરમિયાન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સવારે 10 કલાકે અને સાંજે 7.30 થી 8 કલાકમાં પત્રકાર પરિષદ યોજીને કોરોનાના વિશે આંકડાકીય માહિતી આપતાં હતાં પણ હવે આ તમામ પત્રકાર પરિષદ બંધ કરી દેવામાં આવી છે. દિવસમાં 4 વખત યોજવામાં આવતી પત્રકાર પરિષદ બંધ થવા પાછળ એક પત્રકારને કોરોના પોઝિટિવ આવ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારબાદ સરકારના પ્રતિનિધિ દ્વારા ફેસબૂક લાઈવ થકી માહિતી આપતા હતાં પણ હવે જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં, દિવસેદિવસે રાજ્યના કેસની સંખ્યા સાથે મોતનાં આંકડા પણ વધે છે ત્યારે સરકારે ડિજિટલ બ્રિફિંગ પણ બંધ કર્યું છે. ઉપરાંત ફેસબૂકના માધ્યમથી જે બ્રિફિંગ થતું હતું તેમાં જાહેર જનતા દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યાં હતાં. તે સવાલોના મારાને જોઈને પણ સરકાર બ્રિફિંગ બંધ કર્યું હોય તેવું પણ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details