ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા સાત દિવસથી સતત અને અવિરત વરસાદે અનેક જિલ્લાઓની પરિસ્થિતિ ખરાબ કરી છે. નવસારીમાં(Navsari Rain Situation) 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નવસારીને ફરીથી બેઠું કરવા માટે પાંચ કરોડ રૂપિયાની સહાય(Government assistance to Navsari) મંજૂરી આપી છે. જ્યારે નવસારીમાં થયેલા નુકસાન(Damage done in Navsari) બાબતનો સર્વે પણ રાજ્ય સરકારને 132થી વધુ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની જાહેરાત રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.
એક ઇંચ વરસાદ નોંધાયો -રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન(Cabinet Minister of Gujarat) રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સમક્ષ વરસાદની પરિસ્થિતિ બાબતે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આજે એક ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયો નથી. જ્યારે આવનારા 24 કલાકમાં એક પણ જિલ્લામાં ભારે થઈ હતી. ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. આમ આવનારા 24 કલાક દરમિયાન ફક્ત ભાવનગર, જૂનાગઢ, સોમનાથ, ખેડા જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદ સાથે એક પણ જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું નથી.
રાજ્ય સરકાર દ્વારા નવસારીને ફરીથી બેઠું કરવા માટે પાંચ કરોડ રૂપિયાની સહાય મંજૂરી આપી છે આ પણ વાંચો:Flooding in Purna river: નવસારીમાં પૂરના પાણીથી લોકોને ભારે નુક્સાન
નવસારીમાં પશુઓના ઘાસચારા બાબતે મહત્વનો નિર્ણય -રાજ્યના નવસારી જિલ્લામાં જિલ્લા કેટલા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને માનવ અને પશુઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી ત્યારે રાજ્ય સરકારને મળેલી માહિતી પ્રમાણે નવસારી જિલ્લામાં મૂંગા પશુઓ માટેનો ઘાસચારાની તકલીફ સર્જાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે ત્રિવેદી અને જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર નવસારી જિલ્લાના માલધારીઓને પ્રતિ પશુ ચાર કિલ્લાનું ઘાસ ચારાનું વિતરણ ની સુર્ગ કરવામાં આવશે અને જ્યારે નવસારીની આસપાસના જિલ્લાઓમાંથી આવતીકાલ સવારે ઘાસ ચારાનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે.
વરસાદની પરિસ્થિતિ -રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ બાબતે રાજ્ય કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા 24 કલાક માટે પોરબંદર જુનાગઢ વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે એક પણ જિલ્લાને એલેટમાં મુકાયા નથી. અસરગ્રસ્ત વિસ્તારમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1513 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે 140 જેટલી S.T બસના રુટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 103 ગ્રામ્ય વિસ્તારોના વીજ પુરવઠોમાં પણ ભારે અસર જોવા મળી છે. વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 57,408 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 48,106 લોકો પોતાના નિવાસ્થાને પરત ફર્યા છે.
આ પણ વાંચો:Patan ST Bus Station : પાટણના હંગામી બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર
સ્ટેટ હાઇવે, નેશનલ હાઈવે બંધ રખાયા -હજુ 9306 લોકો આશરે સ્થાનમાં આશરો લઈ રહ્યા છે. સાત જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 56 માનવ મૃત્યુ નોંધાયા છે. 748 જેટલા પશુઓના મૃત્યું થયા છે. આ ઉપરાંત, રાજ્યમાં વધુ વરસાદના કારણે છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ અને પોરબંદરમાં કુલ 9 સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના 171 રસ્તાઓ તેમજ કચ્છ પંચમહાલ વલસાડ અને ડાંગમાં કુલ ચાર નેશનલ હાઈવે પણ બંધ રાખવામાં આવ્યા છે..