- કોર કમિટીમાં કરાયો મહત્વનો નિર્ણય
- વાવાઝોડામાં થયેલ નુકશાન બાબતે સરકાર આપશે સહાય
- સાગર ખેડૂતો બાદ હવે અગરિયાઓને પણ મળશે સહાય
ગાંધીનગર:17 અને 18 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે આવેલ વાવાઝોડા અનેક ઘણું નુકસાન કર્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પહેલા ખેડૂતોને પછી બાગાયતી પાકને અને સાગર ખેડૂતોને પણ સહાયની જાહેરાત કરી છે ત્યારે હવે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીની બેઠકમાં અગરિયાઓને પણ વાવાઝોડાની થયેલ નુકસાન અંગે આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
કેટલી સહાય ચુકવવામાં આવશે ?
સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રતિ એકર રૂપિયા 3,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ'તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અગરિયાઓને પણ આર્થિક સહાય આપવાનો કોર કમિટીમાં નિર્ણય કર્યો છે. જેમાં 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર સહાય આપવાનો આપવામાં આવશે