ગાંધીનગર રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ઉભા પાકને નુકશાન થયું છે જ્યારે અનેક જિલ્લાના ખેડૂતોના ખેતરો ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. ત્યારે રાજ્ય તાત્કાલિક પાક સર્વેની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારે હજુ સુધી પણ રાજ્ય સરકારે પાક સહાય ચૂકવી નથી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા એક ઓક્ટોબરના દિવસે પાક સહાયની જાહેરાત કરવામાં આવશે. જે ખેડૂતો આધારિત નહીં પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટકાથી વધુ નુકસાન (Over 33 percent crop loss)થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોને સહાય (Government Announce Crop Assistance on October 1) ચૂકવવામાં આવશે.
જે ગ્રામ્ય વિસ્તારમાં 33 ટકા વધુ નુકશાન તેને સહાય રાજ્ય સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં પ્રથમ વખતે એવી રીતે સહાય આપવામાં આવી રહી છે કે જેમાં લોકો વિરોધ ના કરી શકે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા ભાગને નુકસાન થયું છે અથવા તો ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. ત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટકા ( Over 33 percent crop loss ) થી વધુ નુકસાન હોય તેવા ગામના તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જ્યારે 4000 ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે થયા બાદ 3700 જેટલા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સહાય (Government Announce Crop Assistance on October 1)ચૂકવવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં હતો ભારે વરસાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતાં. નવસારી, છોટાઉદેપુર ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી હતી અને ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ રહ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ (Government Announce Crop Assistance on October 1)કરવામાં આવી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે 4000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગુજરાત કેબિનેટ બેઠકમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે કેબિનેટમાં ખેડૂતોને થયેલી નુકસાન સહાય અંગે રજૂઆત કરી છે.
કયા જિલ્લામાં સર્વે નર્મદા જિલ્લાના 547 ગામમાં કરવામાં સર્વે આવ્યો છે. નર્મદાના કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. નર્મદા જિલ્લામાં 20 જેટલી ટીમો સર્વે કામગીરી કરી હતી. 209 ગામની 16,039 વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી . છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સર્વેની આરતી સર્વેની કામગીરી શરૂ (Government Announce Crop Assistance on October 1) કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં 40 સર્વેની ટીમો કાર્યરત હતી. જ્યારે 718 ગામમાં 1,05,233 હેક્ટર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.