ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા ગૃહમાં સરકારની સારી કામગીરી રજૂ કરવામાં આવશે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો રહ્યો નથીઃ CM - કૃષિ બિલ

ગુજરાતમાં વિધાનસભા સત્રને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ જોડે હવે કોઇપણ જાતના મુદ્દા રહ્યાં નથી જેથી સરકારને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. કોરોના મહામારીને લઇને વિવિધ કામગીરીમાં ઊણી ઉતરતી સરકાર અને કોરોનાથી થતાં મોતના આંકડા સરકાર સતત છુપાવતી રહી હોવાના કોંગ્રેસના હોબાળા વચ્ચે મુખ્યપ્રધાને કોંગ્રેસ પાસે મુદ્દા નહીં હોવાનું કહી કોંગ્રેસની ચુટકી લઇ લીધી હતી.

વિધાનસભા ગૃહમાં સરકારની સારી કામગીરી રજૂ કરવામાં આવશે
વિધાનસભા ગૃહમાં સરકારની સારી કામગીરી રજૂ કરવામાં આવશે

By

Published : Sep 21, 2020, 5:09 PM IST

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા સત્ર અંગે જણાવ્યું કે ગુજરાતમાં થયેલી કામગીરી અંગે સરકાર તેની રજૂઆત ગુજરાતમાં સારી કામગીરી થઇ છે જેને લઇને સરકારને કોઈ મુશ્કેલી પડશે નહીં. કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દા હવે રહ્યાં નથી જેથી સરકારે હવે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં તેવું તેમણે જણાવ્યું છે. સાથે ગુજરાતમાં કોરોનાના કારણે સરકારે સારામાં સારી કામગીરી કરી છે અને સાથે નવા ઇન્સ્ટિટ્યૂટ લઈને ગુજરાતમાં કોરોનાને કેવી રીતે નાથવો તે અંગે પણ વિચારણા કરવામાં આવી છે અને નવા ઇન્સ્ટિટ્યૂટ લેવામાં પણ આવ્યાં છે. એટલે કે આગામી પાંચ દિવસીય સત્ર દરમિયાન સરકારને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વિધાનસભા ગૃહમાં સરકારની સારી કામગીરી રજૂ કરવામાં આવશે

મુખ્યપ્રધાને કૃષિ બિલને લઇને થતાં હોબાળા અંગે પૂછાયેલાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે આ બિલ ખેડૂતોના હિતમાં છે ખેડૂતો દેશભરમાં પોતાનો માલ પોતાને ગમે તે સ્થળે વેચી શકશે અને ખેડૂતોને વરસો પછી આ અધિકાર પ્રાપ્ત થયો છે.

ABOUT THE AUTHOR

...view details