ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોધરાકાંડ રિપોર્ટથી જે આક્ષેપો હતા, હવે એમાં ન્યાય થયો: જાગૃતિ પંડ્યા - gujaratinews

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના મેજ પર ગોધરાકાંડ ભાગ-2 બે મૂકવામાં આવ્યો હતો. ગોધરાકાંડ આ પાર્ટ ટુ રિપોર્ટમાં 9 જેટલા વોલ્યુમ 2,500 થી વધુ પાનાં, અને પોલીસ અધિકારીઓની એફિડેવિટ હતી. જેમાં કોઈ પણ સરકારી અધિકારી, રાજકીય વ્યક્તિ સરકારના કોઈ પ્રધાન સંડોવાયેલ નહીં હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જેને લઈને રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાએ ન્યાય થયો હોવાનું નિવેદન આપ્યું હતું.

ગાંધીનગર
etv bharat

By

Published : Dec 11, 2019, 10:38 PM IST

Updated : Dec 11, 2019, 11:29 PM IST

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગોધરાકાંડમાં સરકારની કોઇ સંડોવણી જોવા મળી હતી અને તપાસ પંચના તારણોમાં ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાય છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. જેમાં સ્વ. હરેન પંડ્યાના પત્ની અને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રિપોર્ટ આવ્યો છે. તેમાં ક્લીનચીટ આપવામાં આવી છે. ઘટના દુખ:દ હતી. પરંતુ જે આક્ષેપો થયા છે. જે રિપોર્ટ આવ્યો છે તેથી લાગે છે કે, ન્યાય થયો છે.

હરેન પંડ્યાના પત્ની

આ રિપોર્ટમાં આખું ગોધરાકાંડ ટ્રેનને આગ લગાડવાનું પ્રૂવયોજિત પ્લાનિંગ હતું. તેવો સ્પષ્ટ પણે ઉલ્લેખ કરાયો હતો. આ ઘટના બાદ નરેન્દ્ર મોદી અને તેમના સભ્યોને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું ન હતું. તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ આપવામાં આવી છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તેઓને પણ ક્લીનચીટ આપવામાં આવી છે. તાપસ પંચના તારણો, ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે.

Last Updated : Dec 11, 2019, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details