- GMERS હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓની માગ
- ઉચ્ચતર પગારધોરણ લાગુ કરવા માંગણી
- કરાર પ્રથા બંધ કરવામાં આવે તેવું સૂચન કર્યુ
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા સંચાલિત GMERS હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓ, બુધવાર બપોર પછી કોવિડના દર્દીઓની સારવાર નહીં કરે તેવી ચીમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો અમારી માંગણીઓ પુરી નહીં થાય તો બુધવારના બપોરના 12 વાગ્યા પછી અમે કોવિડના દર્દીઓને લગતી સારવાર પણ બંધ કરીશું. તેમને તેમના 10 જેટલા પડતર પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ પોસ્ટર પ્રદર્શન સાથે વિરોધ કરી પોતાના પ્રશ્નોનું નિવારણ લાવવા રજૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ હજુ સુધી તમારા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. તેમને સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોરોનાની સારવાર નહીં કરે તબીબ
GMERS કોલેજ બહાર પોસ્ટર પ્રદર્શન અને નારા લગાવી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ બુધવારથી સિવિલમાં કોરોના દર્દીઓની સારવાર નહીં કરે આ પ્રકારની ચીમકી તેમણે સરકારને આપી હતી તેમજ એ પણ કહ્યું હતું કે અમે સરકાર સમક્ષ માંગણી કરી છે તેને બુધવાર સુધી સંતોષવામાં આવે તો અમે કોરોનાને લગતું કામ કરીશું. જો કે તેમને એ પણ કહયું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની રજૂઆતો કરતા આવ્યા છીએ પરંતુ હજુ સુધી તેનો નિવેડો આવ્યો નથી.