- નાયબ મુખ્યપ્રધાને રક્ષાબંધનમાં આપી ભેટ
- GMERS દ્વારા માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી હતી
- પાત્રતા ધરાવતા તમામ ડોક્ટર અને અધ્યાપકોને આ લાભ મળશે
ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના GMERSના ડોક્ટરો અને અધ્યાપકો દ્વારા અવાર-નવાર માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી રહી હતી. જેમની જુદી-જુદી માંગણીઓ પૈકીની મહત્વની માંગણી નોન-પ્રેક્ટિસ એલાઉન્સ સાતમાં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે, તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. ઇન-સર્વિસ ડોક્ટરો અને GMERSની મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને પાત્રતા ધરાવતા તમામ ડોક્ટર અને અધ્યાપકોને આ લાભ આગામી સમયથી મળશે.
આ પણ વાંચો-ડોક્ટરો પોતાની કારકિર્દી દાવ પર ના મૂકે : નીતિન પટેલ
ઈનસર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર
રક્ષાબંધન પર્વ પર કર્મચારીઓ અને અધ્યાપકોને અનોખી ભેટ નાયબ મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારની મોટી જાહેરાતમાં તેમને દિશા નિર્દેશ કર્યો હતો કે, સાતમાં પગારપંચ મુજબ GMERSના મેડિકલ કોલેજોમાં ફરજ નિભાવતા અધ્યાપકોને નોન-પ્રેક્ટિસ એલાઉન્સ મળશે. ઈનસર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર આ જાહેરાત પછી જોવા મળી હતી.