ગુજરાત

gujarat

ETV Bharat / city

Global AYUSH and Investment Summit 2022 : સમિટમાં મળ્યાં સારા સમાચાર, જૂઓ કેટલા હજાર કરોડનું રોકાણ થશે - Gandhinagar AYUSH Summit 2022

પ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના (Global AYUSH and Investment Summit 2022)બીજા દિવસ સુધી 6000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા (Investment in AYUSH Summit) દર્શાવાઇ છે. કેટલી કંપનીઓ થકી કેટલી રોજગારી ઉત્પન્ન થવાની શક્યતા (Employment Commitment at AYUSH Summit ) સામે આવી તે જાણવા વાંચો અહેવાલ.

Global AYUSH and Investment Summit 2022 : સમિટમાં મળ્યાં સારા સમાચાર, જૂઓ કેટલા હજાર કરોડનું રોકાણ થશે
Global AYUSH and Investment Summit 2022 : સમિટમાં મળ્યાં સારા સમાચાર, જૂઓ કેટલા હજાર કરોડનું રોકાણ થશે

By

Published : Apr 21, 2022, 10:08 PM IST

ગાંધીનગર- ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું (Global AYUSH and Investment Summit 2022)ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જેમાં 28 કંપનીઓ દ્વારા બીજા દિવસ સુધી 6000 કરોડનું રોકાણ (Investment in AYUSH Summit)કરવા માટે પ્રતિબદ્ધતા દર્શવાવામાં છે. 28 કંપનીઓ પ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના બીજા દિવસ સુધી 6000 કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

એકલા ગુજરાતમાંથી જ 50 ટકાથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા મળી

આ થશે સકારાત્મક અસર-રોકાણની આવી પ્રતિબદ્ધતાથી 5.56 લાખથી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાની અને 76 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે આયુષ મંત્રાલયના સચિવ ગાંધીનગર, 21 એપ્રિલ, 2022: આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાએ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના બીજા દિવસે હાંસલ કરેલા લક્ષ્યો વિશે વાત કરી હતી. કવિતા ગર્ગ, આયુષ સંયુક્ત સચિવ, આ કોન્ફરન્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડાયરેક્ટર સંજીવ શર્મા અને ITRA જામનગરના ડિરેક્ટર અનુપ કે ઠક્કર પણ હાજર હતાં.

આટલી રોજગારીના સર્જનની આશા -આ પ્રતિબદ્ધતાથી 5.56 લાખથી વધુ નોકરીઓ ((Employment Commitment at AYUSH Summit ) )ઉત્પન્ન થવાની અને 76 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. સમગ્ર ભારતમાં 35 થી વધુ કેન્ટોનમેન્ટ વિસ્તારોમાં આયુષ સુવિધાઓ શરૂ કરવા માટે વિવિધ દેશો તેમજ સંરક્ષણ મંત્રાલય સાથે અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સાથે સંયુક્ત PHD કાર્યક્રમો અને યાંત્રિક અભ્યાસ માટે CSIR સાથે ક્રોસ સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ MOU પર હસ્તાક્ષર (Global AYUSH and Investment Summit 2022)કરવામાં આવ્યા છે.

આયુર્વેદ પાછળ સરકાર ખર્ચ કરી રહી છે - 2014માં 691 કરોડથી આયુષ પાછળ છેલ્લા બજેટમાં 3050 કરોડની ફાળવણી કરાઈ છે. આયુષ સેક્ટરમાં 2014માં USD 3 બિલિયનથી વધીને આજે USD 18 બિલિયનથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કોલંબિયા, મેક્સિકો, ક્યુબા, જર્મની, જમૈકા, કિર્ગિઝ્સ્તાન અને થાઈલેન્ડ સહિતના વિવિધ દેશોએ આયુષ મંત્રાલય સાથે તેમના સહયોગને વધારવા માટે (Global AYUSH and Investment Summit 2022) પ્રતિબદ્ધ કર્યા છે.

આ કંપનીઓ કરશે રોકાણ -અમૂલ, ડાબર ઈન્ડિયા, કામ આયુર્વેદ અને અન્ય જેવી કંપનીઓએ આયુષ ક્ષેત્ર અને FMCG ઉદ્યોગ વચ્ચે સમન્વય લાવવા પ્રતિબદ્ધતા (Global AYUSH and Investment Summit 2022)દર્શાવી છે. એકલા ગુજરાતમાંથી જ 50 ટકાથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. 2020 માં આયુષ અંતર્ગત વસ્તુઓની નિકાસ 20-25 હજાર કરોડની આસપાસ છે.

ABOUT THE AUTHOR

...view details