ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં (Gujarat Assembly Budget Session 2022) રાજ્યપાલના અભિભાષણ અંગે ચર્ચા થઈ રહી હતી. તે દરમિયાન બનાસકાંઠાના વાવના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર પ્રહાર (Geniben Thakor on BJP) કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રસીકરણના આંકડા ખોટા બતાવી (Corona vaccination statistics are incorrect) રહી છે. સાથે જ તેમણે સરકાર સામે વિવિધ માગણી પણ કરી હતી.
કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપને લીધી આડેહાથ આ પણ વાંચોઃGujarat Assembly 2022 : વડાપ્રધાન પર નિશાન, દુનિયામાં કેટલાય ચોકીદાર આવ્યા અને ગયા : MLA વિક્રમ માડમ
કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપને લીધી આડેહાથ
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકારે બનાસકાંઠામાં કોરોના રસીકરણના આંકડા (Corona vaccination statistics are incorrect) ખોટા બતાવ્યા છે. બનાસકાંઠામાં 98 ટકા લોકોનું રસીકરણ (Corona Vaccination in Banaskantha) થયું છે. તેવું સરકારી આંકડા કહે છે.
આ પણ વાંચોઃJitu Vaghani on Election Result: પાંચેય રાજ્યોમાં ભાજપના વિજયની આશાઃ જિતુ વાઘાણી
સરકારી અધિકારીઓ પ્રજાના આધાર કાર્ડનો ઉપયોગ કરી ખોટા આંકડા બતાવે છેઃ ગેનીબેન ઠાકોર
જ્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેમના મતવિસ્તારમાં ગ્રામીણ પ્રજાને પૂછ્યું તો તેમને જાણવા મળ્યું હતું કે, 80 ટકા લોકોએ રસી લીધી જ (Corona vaccination statistics are incorrect) નથી, પરંતુ સરકારના દબાણ હેઠળ સરકારી અધિકારીઓએ ચોપડે બતાવવા માટે પ્રજાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખોટા આંકડા દર્શાવ્યા છે. ગેનીબેનની માગણી છે કે, ગુજરાત સરકાર ખોટા આંકડા દર્શવાવા બદલ લોકોની માફી (Geniben Thakor on BJP) માગે.
બનાસકાંઠામાં રેતીની ચોરી થાય છે પણ સરકાર ચૂપઃ ગેનીબેન ઠાકોર
ધારાસભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે, બનાસકાંઠાની નદીઓમાંથી રેતીની ચોરી કરવામાં આવે છે. સરકારી ટેન્ડર લેતી ખાનગી કંપનીઓ માથાભારે લોકોને રેતી લાવવાનું કામ સોંપે છે. તેની કોઈ રોયલ્ટી ચૂકવાતી નથી. સરકારી અધિકારીઓ અને કંપનીઓની તેમાં મિલીભગત હોય છે. આ બાબતે વિધાનસભા અને સંકલન સમિતિમાં પણ (Geniben Thakor on BJP) રજૂ કરાઈ છે. આવા રેતી ચોરોના વાહનો જપ્ત કરવા જોઈએ. સરકાર મીડિયાને સાથે રાખીને આની તપાસ કરે. અમે પૂરાવા આપવા તૈયાર છીએ.
કોન્ટ્રાક્ટના કર્મચારી ભ્રષ્ટાચાર કરે છે
ધારાસભ્ય ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે બનાવેલી મિલકતોને સરકાર વેચી રહી છે. ગુજરાતમાં વસ્તી વધી છે, પરંતુ ભરતીઓ વધી (Geniben Thakor on BJP) નથી. જે પરીક્ષાઓ લેવાય છે. તેમાં પણ પેપર ફૂટી જાય છે. આ એજન્સીઓ પણ ભાજપની જ છે. નોકરીઓમાં કોન્ટ્રાક્ટનું દૂષણ ઘૂસી ગયું છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રહેતા લોકો જાણે છે કે, 11 મહિના બાદ તેમની નોકરી નહીં હોય એટલે તેઓ ભ્રષ્ટાચાર કરવા પ્રોત્સાહિત થાય છે.