ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે 1 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે - ગુણ ચકાસણી

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જેટલું ઊંચું રહેવા પામ્યું છે. ત્યારે સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓમાં સ્પર્ધા જોવા મળશે. આવા સમયે જે વિદ્યાર્થીઓને પોતાને મળેલા ગુણને લઈને અસંતોષ હોય તેઓ ગુણ ચકાસણી માટે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર 1 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે 1 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે
ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે 1 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

By

Published : Jun 19, 2020, 3:02 PM IST

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 15 જુલાઈએ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઊંચું રહેવા પામ્યું હતું. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં જો કોઈ વિદ્યાર્થીને પોતે મેળવેલા ગુણને લઈને અસંતોષ હોય તો તેઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hsc.gseb.org પર જઈને 1 જુલાઈ, સાંજના પાંચ વાગ્યા સુધી અરજી કરી શકશે. આ સિવાય અન્ય કોઈ પણ આ પ્રકારે અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે 1 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

ઉલ્લેખનીય છે કે,વિદ્યાર્થીઓએ મેળવેલા આ ગુણની ચકાસણી જ છે. આ અરજી ઉત્તરવહીઓના ફેર મૂલ્યાંકન માટે નથી. આ ગુણ ચકાસણીમાં ઉત્તરવહી દીઠ રૂપિયા 100 ફી ચૂકવવાની રહેશે.આ ઉપરાંત પૂરક પરીક્ષા અને ડુપ્લીકેટ માર્કશીટ વગેરે બાબતોને લઈને વિદ્યાર્થીઓને કોઇ મૂંઝવણ હોય તો શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details