- ગૌશાળા અને પાંજરાપોળને કાયમી સહાય અને સબસીડી આપવા સરકારને રજૂઆત
- ગૌશાળા અને પાંજરાપોળને હાલ 100 કરોડનું જ બજેટ ફાળવવામાં આવે છે
- રસ્તા પર રઝળતી ગયો અને પશુઓને આશરો આપવા પશુ પ્રેમીઓ મેદાને
ગાંધીનગર: રાજ્યના ગૌ શાળા સંચાલકો અને પાંજરાપોળ સંચાલકો દ્વારા ગાંધીનગરના કોબા ખાતે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગૌ શાળાના સંચાલકો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ગૌ શાળાના સંચાલકો દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કે, ગૌશાળાઓ અને પાંજરાપોળને કાયમી સહાય અને સબસીડી આપવામાં આવે. જેનાથી ગાયોનું અને પશુઓનુ સંવર્ધન થઈ શકે.
સરકાર દ્વારા હાલ ઘાસ-ચારા માટે સબસીડી આપવામાં આવે છે
ગૌ શાળાના સંચાલકો દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળનું બજેટ ફાળવવામાં આવે છે જેનાથી ગૌશાળાઓમાં મોટી સંખ્યામાં પશુઓ નુ સવર્ધન કરી શકાતું નથી. સરકાર દ્વારા હાલ ઘાસ-ચારા માટે સબસીડી આપવામાં આવે છે. જેનાથી મોટો ફાયદો થતો નથી.
આ પણ વાંચો:ભાવનગરમાં કિન્નરે ગૌ સેવાના નામે જીવન સમર્પિત કર્યું
ગૌ હત્યા માટે બનાવવામાં આવેલા કાયદાનું પૂરતા પ્રમાણમાં પાલન થતું નથી
એક તરફ સરકાર દ્વારા હિન્દુઓનો ઝંડો લહેરાવવામાં આવે છે. અને ગાયોના રક્ષણ માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ગૌ હત્યા માટે બનાવવામાં આવેલો કાયદાનું પૂરતા પ્રમાણમાં પાલન થતું નથી. જેનાથી ગૌ શાળા સંચાલકો પણ સરકાર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં ગૌશાળાઓ માટે અને પાંજરાપોળ માટે 80 ટકા જેટલી સબસિડી અને કાયમી સહાય આપવામાં આવે છે. પરંતુ ગુજરાતની કહેવામાં આવતી હિન્દુવાદી સરકાર ગાયો માટે કશું ન કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોબા ખાતે ગૌ સેવા સંઘ ગુજરાત દ્વારા ગૌ અધિકાર મંથન સભાનું આયોજન રાસાયણિક ખાતર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધની માંગણી
બીજી તરફ ગૌ શાળા સંચાલકો દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે, રાસાયણિક ખાતર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. ખેતીમાં ગાયો અને પશુઓના છાણનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે. જેનાથી લોકો ને શુદ્ધ ઓર્ગેનિક વસ્તુઓ મળી રહે. લોકોમાં રોગોનું પ્રમાણ પણ ઓછું થાય અને દેશ સંપૂર્ણપણે પોતાના પર નિર્ભર બને. ગાયના છાણમાથી વિવિધ વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જેનાથી લોકોને મોટી સંખ્યામાં ફાયદો થાય છે.
આ પણ વાંચો:વલસાડમાં તિથલના દરિયામાં ડૂબી રહેલી ગૌમાતાને ગૌસેવા દળના યુવાનોએ બચાવી