ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજ્યના મુખ્ય 2 વડા એટલે કે મુખ્ય સચિવ અને પોલીસ વડા (Gave Extension To Chief Secretary And Chief Of Police) નિવૃત્ત થઇ રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના ભલામણ હેઠળ બંને કેડરના અધિકારીને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જેથી મુખ્ય સચિવ પંકજકુમાર અને આશિષ ભાટિયા કે જેઓ પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવી શકશે.
આ પણ વાંચો:AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય
DGP આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ નિવૃત થશે :ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા (Gave Extension To Ashish Bhatia) 31 મેના દિવસે નિવૃત્ત થઇ રહ્યા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા DGPનો કાર્યક્રમ ફરજિયાત 2 વર્ષનો રાખવામાં આવ્યો છે તે નિયમને ધ્યાનમાં લઈને રાજ્યના આશિષ ભાટિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેઓને 8 મહિના સુધીનો એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 31 મેના રોજ આશિષ ભાટિયા નિવૃત થતા હતા ત્યારે હવે 8 મહિના બાદ તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થશે અને તેઓ હવે 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થશે. 31 જાન્યુઆરી સુધી તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022ના અંતમાં યોજાનારી છે, ત્યારે ચૂંટણી સમયમાં પણ તેઓ BGP તરીકેની ફરજ બજાવશે.