ગૌરવ દહીયા નિર્દોષ, દિલ્હીમાં લીનુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ
ગુજરાત રાજ્યના સનદી અધિકારી ગૌરવ દહીયાનું પ્રેમપ્રકરણ ફરીથી ખુલ્યું છે. જેમાં ગૌરવ દહીયાને પોતાની દીકરીનો પિતા ગણતી લીનુ સિંહ વિરુદ્ધ જ દિલ્હીના માલવીયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગર : ગૌરવ દહીયા કેસ બાબતે ગૌરવ દહીયાના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગૌરવ દહીયા વિરુદ્ધ જે પણ આક્ષેપો થયાં હતાં. તેના વિરુદ્ધમાં દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેને લઇને લીનુ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તબક્કે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કેસ બાબતે ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમનું નામ ખરેખર લીનુ સિંહ છે કે નહીં તે ઉપર પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમગ્ર મામલો હનીટ્રેપ હોવાની આશંકા સાથે પણ પોલીસે ફરિયાદ લઇને હજુ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.