- સચિવાલયમાં ગાય માતા સાથે વિરોધ પ્રદર્શન કરીશું
- ગૌ રક્ષા માટે 5 માગણીઓ મૂકવામાં આવી
- અગાઉ કન્વીનરોની અટકાયત કરવામાં આવી હતી
ગાંધીનગર : ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ગૌ રક્ષાને લઈને 5 માગણીઓ કરવામાં આવી છે. આ માગણીઓ ન સંતોષાતા તેમણે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં અને વિરોધ પ્રદર્શન સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મંજૂરી માગી છે. સમિતિનું કહેવું છે કે, અમને 5 લોકોને પણ મંજૂરી નથી મળતી. જ્યારે રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં મંજૂરી આપવામાં આવે છે.
આ પણ વાંચો-બનાસકાંઠામાં કૃષિ કાયદાના વિરોધમાં ઉતર્યા ખેડૂતો, માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ધમકી
દેશમાં 34,700 કરતાં પણ વધુ કતલખાનાની મંજૂરી આપવામાં આવી છે
ગાંધીનગર વિરોધ કરવા આવેલા ગૌરક્ષક તરૂણ આહિરે આ અંગે જણાવ્યું હતું કે, ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિના કન્વીનરો અગાઉ ભેગા થયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. આગામી સમયમાં હાઇકોર્ટમાં પરમિશન લઇ ગાંધીનગરમાં આંદોલન કરવા અમે નિર્ણય કર્યો છે. આ સરકાર હિન્દુવાદી સરકાર માનવામાં આવે છે ત્યારે કેમ 34,700 કરતાં પણ વધુ કતલખાનાની મંજૂરી આપવામાં આવી છે. અમે જ્યારે 5 લોકોની પરમિશન અમારી માગણીને લઇને વિરોધ પ્રદર્શન માટે કરી રહ્યા છે ત્યારે મંજૂરી આપવામાં આવી રહી નથી. આથી અમે અમારું વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખીશું. ગુજરાત હાઈકોર્ટમાં મંજૂરી માટે રિટ પણ કરીશું.