ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને કારણે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo 2020-21)નું આયોજન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Melo 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત કેબિનેટ બેઠકમાં પણ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી (Education minister jitu vaghani)એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે 24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે.
ગરીબોને સાયકલ અને જીવનજરૂરી ચીજ વસ્તુઓ
રાજ્ય સરકારના પંચાયત વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, લાભાર્થીઓને જીવન જરૂરિયાત કીટ, સાયકલ વિતરણ ઉપરાંત સરકારની બીજી યોજનાઓ જેવી કે આવાસ યોજના લોકાર્પણ ભૂમિપૂજન અને જુદા જુદા પ્રકારના રાજ્ય સરકારના હસ્તકના કાર્ડનું વિતરણ પણ આ ગરીબ કલ્યાણ મેળામાં કરવામાં આવશે આ ગરીબ કલ્યાણ મેળો તમામ જિલ્લાઓમાં સવારે 9થી 10 કલાકે યોજાશે.