- ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી સમાજના મુખ્યપ્રધાનની કરી માંગ
- કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ મુખ્યપ્રધાન પદની નિમણૂક અંગે આપ્યો જવાબ
- પાટીદાર અને OBC સમાજ દ્વારા પોતાના સમાજના મુખ્યપ્રધાનની કરાઈ હતી માંગ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022( Gujarat Assembly Election 2022 )ની હવે લગભગ 15 મહિનાનો જ સમય બાકી છે, ત્યારે રાજ્યમાં અનેક સમાજો દ્વારા પોતાના સમાજના મુખ્યપ્રધાન હોય તેવી માંગ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજ, OBC સમાજ બાદ હવે આદિવાસી સમાજ પણ ગુજરાતમાં આદિવાસી સમાજનો મુખ્યપ્રધાન હોય તેવી માંગણી ટીબીના ધારાસભ્ય છોટુ વસાવા ( MLA Chhotu Vasava ) દ્વારા કરવામાં આવી હતી. જેના જવાબમાં ગુજરાતના આદિવાસી કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ( Cabinet Minister Ganpat Vasava )એ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનની નિમણૂક કે પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો: જ્ઞાતિવાદનું રાજકારણ : ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ
ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી સમાજના CM બનાવની કરી માંગ
મંગળવારના રોજ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે BTP ના ધારાસભ્ય છોટુ વસાવા અને આદીવાસી સમાજના આગેવાનો દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આદિવાસી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેવી માંગ છોટુ વસાવા દ્વારા કરવામાં આવી હતી. તેના જવાબમાં રાજ્યના કેબિનેટ પ્રધાન અને આદિવાસી સમાજમાંથી આવતા એવા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન તરીકેની પસંદગી પક્ષ દ્વારા અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ કરવામાં આવે છે.