ગાંધીનગર: ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય રાજ્ય પ્રધાન તથા મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ ભગવત (Maharashtra MP Bhagwat Karad) કરડએ ગાંધીનગરની મુલાકાત (MP Bhagwat Karad visit Gandhinagar) લીધી હતી. ગાંધીનગરમાંથી તેમણે ભાજપના સભ્યો સાથે રહીને જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર પાડવામાં આવે છે. NCPના તથા શિવસેનાના 30 જેટલા ધારાસભ્યો (Maharashtra MLA in Surat) નારાજ થઈને સુરતની એક હોટલમાં રોકાણ કર્યું છે. પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર બનાવવા માટે કુલ 135 જેટલા ધારાસભ્યોના સપોર્ટની જ જરૂર છે. આ ઉપરાંત વિધાનસભામાં 2/3 ની બહુમતી પણ જરૂરી છે.
મહારાષ્ટ્ર સરકારમાં પ્રજાના કોઈ કામ થતા નથી: ભગવત કડર આ પણ વાંચો:દાઝ્યા પર ડામ, શિવસેનાના ધારાસભ્યોને મળવા પહોંચ્યા ભાજપ MLA
અઘાડી સરકારમાં પ્રજાના કામ નહીં થતા:કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાપ્રધાન ભગવત કરડ કહ્યું કે, તારીખ 20 જૂનના રોજ વિધાન પરિષદની ચુંટણી હતી. જેમાં અનેક ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું હતું. ભાજપ તરફ ક્રોસ વોટિંગ પણ કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રની વર્તમાન સરકારમાં પ્રજાના અને ધારાસભ્યોના કોઈ જ પ્રકારના કામ થઈ રહ્યા નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શિવસેના અને NCPની જે ગઠબંધન વાળી સરકાર છે. તેમાં કોઈનું કામ થતું નથી. તે બાબતે પણ ધારાસભ્યો નારાજ હોઈ શકે છે. NCPના 30 જેટલા નારાજ થયેલા ધારાસભ્યો અત્યારે સુરતમાં ખાનગી હોટલમાં રહ્યા છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: ઉદ્ધવ ઠાકરેએ બેઠક યોજી, કોંગ્રેસે કમલનાથને બનાવ્યા નિરીક્ષક
સત્તાવાર જાહેરાત નથી: ભાજપના 105 જેટલા મહારાષ્ટ્રના ધારાસભ્યોને ભાજપ ગુજરાત લાવવાની તૈયારી કરી રહ્યો હોવાની વાત પણ સામે આવી છે ત્યારે આ બાબતે કરડ એ જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યોને ગુજરાત લાવવામાં આવશે કે નહીં તે બાબતે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવું હજી સુધી કોઈ આયોજન પણ નથી. કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાપ્રધાન ભગવત કરડએ જાહેરાત કરી હતી કે આ પડતર અરજીઓનો વહેલી વહેલી તકે નિકાલ કરવામાં આવશે. હવે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે આ તમામ પેંડીગ લોન આપી દેવામાં આવશે.