- 4.5 લાખનું ચીટિંગ કરી ફરિયાદી પાસે પૈસા પડાવ્યા
- 2,000ની 58 લાખની નકલી નોટો બનાવવાના હતા આરોપીઓ
- ઇન્ફોસિટી અને સેક્ટર 7 પોલીસ સ્ટેશને 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
ગાંધીનગર: લોકો આસાનીથી પૈસા મેળવવા માટે અવનવા અખતરા કરતા હોય છે અને એટલે જે ચોર-ઠગોને પ્રોત્સાહન મળે છે. જિલ્લાના સેક્ટર 7માં એક વ્યક્તિએ ફરીયાદ નોંધાવી હતી કે તેની સાથે પૈસા ડબલ કરવાના નામે છેંતરપીંડી થઈ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુનો બને તે પહેલા પોલીસે અટકાવ્યો
એલસીબી ટુને બાતમી મળતા તેમણે GJ 06 KH 2769 નંબરની ગાડી જપ્ત કરી હતી. તેમાં રુપિયા 2000ની બનાવટી નોટો બનાવવા સારું કુલ રૂપિયા 58 લાખના કટિંગ કરેલ બંડલના કાગળ મળી આવ્યા હતા. તેમની પાસેથી 4.5 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા હતા. આરોપીઓએ આ રૂપિયા શાહપુર પાસેથી એક વ્યક્તિને ડબલ કરવાની લાલચ આપીને પડાવ્યા હતા. 58 લાખની બનાવટી નોટો બનતા પહેલા પહેલા જ ગુનો અટકાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બે શખ્સો ઝડપાયા