ગાંધીનગર તાલુકા પંચાયતમાં ચૂંટણી રોકવા માટે ભાજપના સભ્યો ભાન ભૂલ્યાં, ખુરશીઓ ઉછાળી માઇક તોડ્યાં - GMC
ગાંધીનગર તાલુકા પંચાયતમાં 9મી સપ્ટેમ્બરના રોજ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ પાસે બહુમતી નહીં હોવાના કારણે માત્ર ચૂંટણી રોકવાનાં એક જ એજન્ડા સાથે સભાખંડમાં પહોંચ્યા હતા. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે શરૂઆતથી જ રોષ રાખવામાં આવી રહ્યો હતો. ચૂંટણી રોકાવા માટે ભાજપના સભ્યો જાણે મરણિયા બન્યા હોય ખુશીઓ ઉછાળી હતી અને માઇક તોડ્યા હતા. ચોક્કસ એમ કહી શકાશે કે સત્તા મેળવવા માટે લોહિયાળ જંગ ખેલવાનું થયો હોય તો પણ ભાજપના સભ્યો ખેલી નાખ્યો હોત.
ગાંધીનગરઃ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે અધિકારીઓને આંખ બતાવીને કામ કરાવવામાં આવે છે. પોલીસનો ઉપયોગ કરીને ભાજપ સ્થાનિક લેવલથી લઈને વિધાનસભા સુધી પોતાની સત્તા મેળવી રહી છે. ત્યારે આજે યોજવામાં આવેલી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. કોંગ્રેસની બહુમતી બહુમતી અને ભાજપ લઘુમતીમાં હોવા છતાં ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખવામાં ભાજપના સભ્યો સફળ રહ્યા હતા. પરંતુ આ ચૂંટણી રોકાવા માટે ભાજપના તમામ સભ્યો ભાન ભૂલી ગયાં હતાં, તેવા સભાખંડના દ્રશ્યો સામે આવ્યાં છે. જ્યારે ચૂંટણી અધિકારી અલ્પેશ જોશી અને ઇન્ચાર્જ ટીડીઓ રૂબીસિંહ રાજપૂત મૂક પ્રેક્ષક બનીને આ તાયફાને નિહાળી રહ્યાં હતા.