ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર SPએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને આ રીતે રાખ્યા કોરોનામુક્ત

કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરના SP મયુર ચાવડાએ પોતાને અને પોતાના પરિવારના સભ્યોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને કોરોનાથી દૂર રાખ્યા છે. ચાવડાએ કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિમાં માસ્ક પહેરવું એ ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત, માસ્ક પહેરીને પણ સામાજિક અંતર જાળવીને જ અન્ય લોકો સાથે ચર્ચા-વિચારણા કે વાતચીત કરવી જોઈએ.

ગાંધીનગર SPએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને આ રીતે રાખ્યા કોરોનામુક્ત
ગાંધીનગર SPએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને આ રીતે રાખ્યા કોરોનામુક્ત

By

Published : May 22, 2021, 3:32 PM IST

  • ગાંધીનગર SP મયુર ચાવડા સતત 15 મહિનાથી બજાવે છે કોવિડમાં ફરજ
  • SP મયુર ચાવડા કોવિડ 19ના પ્રોટોકોલના પાલનથી રહ્યા સુરક્ષિત
  • પરિવારને પણ કોરોનાના સંક્રમણથી રાખ્યો સુરક્ષિત

ગાંધીનગર:રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે, માર્ચ 2020થી ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ પોલીસને લોકડાઉનના કડક પાલન કરાવવાની મહત્વની જવાબદારી પણ આપવામાં આવી છે. ત્યારે, સતત 15 મહિનાથી કોરોનામાં ફરજ બજાવતા ગાંધીનગરના SP કોરોના માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરવાથી કોરોના સંક્રમિત કરી શક્યો નથી.

ગાંધીનગર SPએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને આ રીતે રાખ્યા કોરોનામુક્ત

આ પણ વાંચો:મ્યુકોરમાઈકોસીસના પ્રથમ બાળ દર્દીની કરાઇ સર્જરી, બ્લેક ફંગસથી બચવા કોરોનાથી ચેતીને રહેવું

પોલીસની ફરજ વખતે સતત લોકોની વચ્ચે રહેવાનું

SPએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસને ફરજમાં સતત લોકો વચ્ચે રહેવાનું હોય છે. આ ઉપરાંત, રોજબરોજ નવા વ્યક્તિઓને મળવાનું હોય છે. ત્યારે, કોરોનાના કાળમાં ગાઇડલાઇનનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરિયાત હોય છે. ત્યારે, ગાંધીનગર પોલીસ દ્વારા પણ સતત પાલન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે, આરોપીઓને પકડવાના હોય ત્યારે પણ ગાઇડલાઇનનું પાલન કરીને જ તમામ કાર્યવાહી કરવામાં આવે છે. જેથી, તેઓ હજુ સુરક્ષિત રહે.

પરિવારની સુરક્ષા પણ જરૂરી

SP ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતે ફરજ બજાવીને ઘરે જતા હતા ત્યારે પણ કોરોના ગાઇડલાઇનનું સખત રીતે પાલન કરવામાં આવી રહ્યું હતું. દિવસ દરમિયાન અનેક લોકોને મળતા હતા અને લોકોની પૂછપરછ કરતા હતા. ત્યારે, અનેક જગ્યાએ તેઓ પેટ્રોલિંગમાં પણ જતા હતા. ત્યારબાદ પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફર્યા બાદ તરત જ સેનેટાઇઝ થયા બાદ ગરમ પાણીથી સ્નાન કરીને જ પરિવારજનોને માળતાં હતા.

આ પણ વાંચો:કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બની શકે છે ઘાતક, વેક્સિન વગર કોરોના સામે લડવું મુશ્કેલ ?

માસ્ક, સામાજિક અંતર અને સેનેટાઈઝ ખૂબ જ જરૂરી

ગાંધીનગર SPએ લોકોને સંદેશ આપ્યો હતો કે, અત્યારના કોરોનાની પરિસ્થિતિમાં માસ્ક પહેરવું એ ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત, માસ્ક પહેરીને પણ સામાજિક અંતર જાળવીને જ અન્ય લોકો સાથે ચર્ચા-વિચારણા કે વાતચીત કરવી જોઈએ. જ્યારે, વારંવાર તમારા હાથને સેનેટાઈઝ કરીને ચોખ્ખા રાખવા પણ જરૂરી છે. જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકે છે.

ABOUT THE AUTHOR

...view details