ગુજરાત

gujarat

ETV Bharat / city

Gandhinagar Rathyatra: સરકારની મંજૂરી આપે તે પહેલાં જ ગાંધીનગર રથયાત્રા સમિતિ પ્રતિકાત્મક રથયાત્રા યોજવા કર્યો નિર્ણય - અષાઢી બીજ

ગાંધીનગરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા (Rathyatra) યોજવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee)એ પ્રતિકાત્મક (Symbolic) રીતે રથયાત્રા (Rathyatra) યોજવાનો નિર્ણય કર્યો છે. જોકે, સમિતિએ કહ્યું હતું કે, સરકાર મંજૂરી આપશે તેવી ખાતરી હોવા છતાં અમે પ્રતિકાત્મક રીતે રથયાત્રા યોજવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ સમિતિએ રથયાત્રાનો રૂટ પણ નક્કી કર્યો છે.

Gandhinagar Rathyatra: સરકારની મંજૂરી આપે તે પહેલાં જ ગાંધીનગર રથયાત્રા સમિતિ પ્રતિકાત્મક રથયાત્રા યોજવા કર્યો નિર્ણય
Gandhinagar Rathyatra: સરકારની મંજૂરી આપે તે પહેલાં જ ગાંધીનગર રથયાત્રા સમિતિ પ્રતિકાત્મક રથયાત્રા યોજવા કર્યો નિર્ણય

By

Published : Jul 6, 2021, 4:01 PM IST

  • ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee) આ વર્ષે પણ પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra) યોજશે
  • ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee)એ સરકાર પાસે લેખિત મંજૂરી (Written approval) માગી છે
  • સરકારનો જવાબ આવે તે પહેલા સમિતિએ પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra)નો કર્યો નિર્ણય
  • પરંપરા મુજબ 37મી રથયાત્રા (Thirty-seventh Rathyatra ) સવારે 7 વાગ્યે પંચદેવ મંદિર (Panchdev Temple)થી શરૂ થશે

ગાંધીનગરઃ ગાંધીનગર રથયાત્રા સમિતિ (Gandhinagar Rathyatra Committee)એ કોરોનાની આ પરિસ્થિતિમાં પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra) કાઢવાનું નક્કી કર્યું છે. જોકે, સમિતિનું કહેવું છે કે, તેમને સરકાર તરફથી મંજૂરી મળશે તેવી પૂરી આશા છે. આથી તેઓ રથયાત્રા યોજવા મક્કમ છે, પરંતુ આ પહેલા જ સમિતિએ પ્રતિકાત્મક રીતે રથયાત્રા યોજવાનું આયોજન કર્યું છે. સમિતિએ રથયાત્રાના રૂટ પણ નક્કી કરી લીધા છે. ગયા વર્ષે કોરોનાના કારણે પ્રતિકાત્મક રથયાત્રા (Symbolic Rathyatra) યોજવામાં આવી હતી. તે જ રીતે આ વર્ષે પણ પ્રતિકાત્મક રથયાત્રા યોજાશે. જોકે, સમિતિએ સરકાર પાસેથી લેખિતમાં મંજૂર માગી છે, પરંતુ હજી સુધી સરકાર તરફથી મંજૂર મળી ન હોવા છતા મંજૂરી મળશે તેવી સમિતિએ ખાતરી વ્યક્ત કરી હતી. એટલે કે 36 વર્ષથી યોજાતી રથયાત્રાની પરંપરા જાળવવા માટે નાના રૂટમાં 37મી રથયાત્રા યોજવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

રકારનો જવાબ આવે તે પહેલા સમિતિએ પ્રતિકાત્મક રથયાત્રાનો કર્યો નિર્ણય

આ પણ વાંચોઃ144th Rathyatra : રથયાત્રા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, મંદિર ટ્રસ્ટી ઝાએ સીએમ રૂપાણીને આમંત્રણ આપ્યું

31 કિલોમીટર લાંબી રથયાત્રા આ વર્ષે 14 કિલોમીટરની રહેશે

ગાંધીનગરમાં યોજાનારી 37મી રથયાત્રા (Thirty-seventh Rathyatra ) આ વર્ષે 14 કિલોમીટરની જ રહેશે. જોકે, પરંપરા પ્રમાણે રથયાત્રા વર્ષોથી 31 કિલોમીટર લાંબી હોય છે, જેમાં ભક્તો માટે પ્રસાદ પણ રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે પ્રસાદ રાખવામાં નહીં આવે. રથયાત્રાના રૂટ (Route of Rathyatra) પ્રમાણે સવારે 7 વાગે પંચદેવ મંદિરથી સેક્ટર-22, હનુમાનજી મંદિરથી સેક્ટર 6 અને ત્યાંથી સેક્ટર- 29 થઈ પંચદેવ મંદિરથી રથયાત્રા નીજ મંદિર પરત ફરશે. જોકે, આ પહેલાં જલારામ મંદિર રથયાત્રા જશે, જ્યાં 20 મિનિટ રથ રોકાશે. ઓછા રૂટમાં આ રથયાત્રા યોજાશે. આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકો માટે રથના દર્શન નિજ મંદિરે ખૂલ્લાં રહેશે.

આ પણ વાંચોઃRathyatra 2021: વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અસમંજસ, ઈસ્કોન મંદિરના વ્યવસ્થાપકોએ કલેક્ટરની મુલાકાત લીધી

ભગવાનના એક જ રથ અને 5 વાહન સાથે યોજાશે રથયાત્રા

દર વર્ષે બે જેટલા રથ, હાથી, મોટી જનમેદની અને ભગવાનનો પ્રસાદ પણ રથયાત્રામાં લોકોને આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે ભગવાનના એક જ રથ સાથે રથયાત્રા ફરશે અને પ્રસાદ રાખવામાં નથી આવ્યો. આ અંગે વધુમાં માહિતી આપતા રથયાત્રા સમિતિના મંત્રી દિનેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, સત્તાવાર રીતે પરવાનગી હોય કે ન હોય સરકાર સમજતી જ હોય છે. ભક્તોની લાગણી દુભાય નહીં એટલે પ્રતિકાત્મક રીતે રથયાત્રા યોજાશે, જેમાં 4થી 5 વાહનો રહેશે. આગળ પાછળ રહેલા વાહનો થકી જે લોકો ભગવાનના દર્શન માટે આવશે. તેમને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)નું પાલન કરવા અંગે પણ સૂચન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ પાલન પણ રથયાત્રામાં થાય તે પ્રકારનું સમિતિ દ્વારા ધ્યાન રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details