ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની રેલમછેલ, ગાંધીનગરમાંથી 26 લાખનો દારૂ ઝડપાયો - gujarat news

ગાંધીનગર: ચૂંટણી આવે એટલે મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો અનેક લોકોને દારૂની મહેફિલો કરાવતા હોવાની વાતો અનેક વખત ભૂતકાળમાં સામે આવી છે, ત્યારે ચૂંટણી સમયે જ ગાંધીનગર પોલીસ દ્વારા 26 લાખ રૂપિયાના દારૂ ઝડપાયો છે, જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

Ranasana
Ranasana

By

Published : Feb 13, 2021, 11:03 PM IST

  • ગાંધીનગર પોલીસે રેડ કરી 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • 26 લાખના દારૂ પર પોલીસે કરી રેડ
  • એક આરોપીની ધરપકડ પણ કરાઈ

ગાંધીનગર : ચૂંટણી આવે એટલે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો અનેક લોકોને દારૂની મહેફિલો કરાવતા હોવાની વાતો અનેક વખત ભૂતકાળમાં સામે આવી છે, ત્યારે ચૂંટણી સમયે જ ગાંધીનગર પોલીસ દ્વારા 26 લાખ રૂપિયાના દારૂ ઝડપાયો છે, જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

એક વાહનમાંથી બીજા વાહનો ફેરવાતો હતો દારૂ

પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના ડભોડા પાસે આવેલા રણાસણની સિમમાંથી વિદેશી દારૂની ઝડપવામાં આવ્યો છે. જેમાં રણાસણની સિમમાંથી એક વાહનમાંથી બીજા વાહનમાં દારૂની કટકી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન જ પોલીસે બાતમીના આધારે રેડ કરીને બન્ને વાહનો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આમ કુલ 13,044 વિદેશી દારૂની બોટલ અને 144 જેટલા બીયરના ટીન તેમજ બે ટ્રક સહિત કુલ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લામાં છે ચૂંટણીનો માહોલ

અત્યારે છ મહાનગરપાલિકા અને 81 નગરપાલિકા તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ સમગ્ર ગુજરાતમાં જામ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. જેમાં આજે અંતિમ દિવસ ઉમેદવારી માટેનો હતો, ત્યારે ગાંધીનગર જિલ્લામાં ચૂંટણીના સમયે જ 26 લાખ રૂપિયાનો દારૂ પકડવામાં પોલીસને સફળતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details