ગુજરાત

gujarat

ETV Bharat / city

સાયકલસવાર યુવકની હત્યાનો મામલો ઉકેલતી ગાંધીનગર પોલીસ, આરોપીની ધરપકડ બાદ ભેદ ઉકેલાયો - ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમા

ગાંધીનગરમાં સોમવારે જાહેરમાં સાયકલસવાર યુવકની હત્યાના મામલા આરોપીની ધરપકડ ( Gandhinagar Police Arrest Murder Accused ) કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે 300 સીસીટીવી ખંગાળી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સાયકલસવારની પત્ની, જે પહેલાં તેની પૂર્વ પ્રેમિકા હતી તેની સાથે રહેવા આ કૃત્ય ( Crime Cause of love affair )કર્યું હતું.

સાયકલસવાર યુવકની હત્યાનો મામલો ઉકેલતી ગાંધીનગર પોલીસ, આરોપીની ધરપકડ બાદ ભેદ ઉકેલાયો
સાયકલસવાર યુવકની હત્યાનો મામલો ઉકેલતી ગાંધીનગર પોલીસ, આરોપીની ધરપકડ બાદ ભેદ ઉકેલાયો

By

Published : Sep 28, 2022, 7:39 PM IST

ગાંધીનગરરાજ્યના પાટનગર ગાંધીનગરમાં સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ બે બાઈક ઉપર આવેલા આરોપીઓએ રસ્તે સવાર સાઈકલ સવારના પાછળના ભાગે ગોળી મારીને હત્યા નીપજાવી હતી. આ કેસમાં સેક્ટર સાત પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં આવ્યો છે આ મામલે પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. ધરપકડ ( Gandhinagar Police Arrest Murder Accused ) બાદ આરોપી જીતેન્દ્ર પટેલને પોતાની પત્ની સાથે રહેવું ગમતું ન હોવાના કારણે તે પોતાની પ્રેમિકા સાથે રહેવાનો પ્લાન ( Crime Cause of love affair ) કર્યો હતો અને પ્રેમિકાના પતિ કિરણજી મકવાણા વચ્ચે આવતા હોવાના કારણે જાહેરમાં તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હોવાની વાત ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ ( Gandhinagar Range IG Abhay Chudasma )કરી છે.

પ્રેમિકાના પતિ કિરણજી મકવાણા વચ્ચે આવતા હોવાના કારણે જાહેરમાં તેમની ગોળી મારીને હત્યા કરી

હત્યા પહેલા રેકી કરી ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમા ( Gandhinagar Range IG Abhay Chudasma )એ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આરોપી જીતેન્દ્ર પટેલ અને ભરત રાવળ દ્વારા બે દિવસ પહેલા જ રેકી કરવામાં આવી હતી. રેકી કર્યા બાદ સવારના સમયે કોઈપણ વ્યક્તિ રસ્તા પર હાજર ન રહેતા ચાલુ બાઈકે જ પીઠ ઉપર હત્યા કરીને નાસી છૂટ્યા હતાં. જ્યારે જે પલ્સર બાઈકનો હત્યા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બાઈક આગળ જતા સ્લીપ થઈ હતી અને ત્યાંથી જ પોલીસને રિવોલ્વર મળી હતી. પોલીસે પ્રેમ પ્રકરણ બાબતે પણ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના પત્ની નો પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું અને મળતી માહિતી પ્રમાણે વધુ તપાસ કરી હતી. જેમાં પ્રેમીલાના પ્રેમી જીતેન્દ્ર પટેલને હાથે વાગ્યું હતું ત્યારે પોલીસે અટકાયત કરીને ઉલટતપાસ કરી હતી જેમાં આરોપીએ જ હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું.

મૃતકના પત્ની બાબતે પોલીસ તપાસ કરશેઅભય ચૂડાસમા ( Gandhinagar Range IG Abhay Chudasma )એ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હત્યા બાબતે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ હવે આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીનો આ સમગ્ર ઘટના અંગે શું રોલ હતો તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે હત્યા કરવા માટે મૃતકના પત્નીએ પ્રેરણા આપી છે કે નહીં તે પણ તપાસ થશે. જો તપાસમાં મૃતકના પત્ની દોષિત જણાશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવશે.

બાઇકની નંબર પ્લેટમાં ગાડીનો નંબર લગાવ્યો જે બાઈકનો ઉપયોગ હત્યા કરવા માટે કર્યો તેના કાવતરાના ભાગરૂપે આરોપીઓએ બાઈકની સાચી નંબર પ્લેટ કાઢી નાખી હતી અને નકલી નંબર પ્લેટ બનાવીને ફોર વ્હીલનો નંબર નંબર પ્લેટમાં લખ્યો હતો. જે બાબતે તપાસ કરતા ગાંધીનગરનું જ એક ફોર વ્હીલ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પોલીસે તમામ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. જ્યારે આરોપીઓ હત્યા કરીને ભાગવામાં સફળ રહ્યા હતા ત્યારે પોલીસે 300 જેટલા સીસીટીવી ચેક કરીને સમગ્ર કેસ પરથી પડદો ઉઠાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details