ગુજરાત

gujarat

ETV Bharat / city

પાટનગર વાસીઓએ મંદીના માહોલમાં 14 કરોડ એડવાન્સ ટેક્સ ભરી પાલિકાની તિજોરી છલકાવી - પાલિકાની તિજોરી

કોરોના મહામારીના પગલે વકરેલી મંદીના માહોલમાં પણ પાટનગર વાસીઓએ રૂ.14 કરોડ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરી પાલિકાની તિજોરીમાં છલકાવી છે. એડવાન્સ ટેક્સની ચૂકવણી પર રહેણાક મિલકતમાં 20 ટકા અને કમર્શિયલમાં 30 ટકા સુધી વળતરની યોજના હાલ અમલી હોવાથી મિલકતધારકો તેનો વ્યાપક લાભ લઈ રહ્યા છે.

પાટનગર વાસીઓએ મંદીના માહોલમાં 14 કરોડ એડવાન્સ ટેક્સ ભરી પાલિકાની તિજોરી છલકાવી
પાટનગર વાસીઓએ મંદીના માહોલમાં 14 કરોડ એડવાન્સ ટેક્સ ભરી પાલિકાની તિજોરી છલકાવી

By

Published : Jul 21, 2020, 5:00 AM IST

ગાંધીનગરઃ એપ્રિલ મહિનાથી એડવાન્સ ટેક્સની વસૂલાત શરૂ થઈ છે. કોરોના વાઈરસ અને લોકડાઉનના પગલે એડવાન્સ ટેક્સમાં વળતરની યોજના 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 13,500 મિલકતધારકોએ ટેક્સની ભરપાઈ કરી છે, જેમાંથી રૂ.14 કરોડની આવક થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા દ્વારા એડવાન્સ ટેક્સની ચૂકવણી પર સામાન્ય રીતે 10 ટકા વળતર અપાતું હોય છે. જો કે કોરોના મહામારીના પગલે રહેણાક મિલકતમાં 20 ટકા અને કમર્શિયલમાં 30 ટકા વળતર અપાય છે. આ સાથે ઓનલાઈન ચૂકવણી પર વધુ બે ટકા અને મહિલાઓ માટે પાંચ ટકા વળતરની જોગવાઈ છે. કમર્શિયલ મિલકત પર 37 ટકા સુધીનું વળતર મળી શકે છે.

મહાપાલિકા દ્વારા 30 જૂનના બદલે 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ગાંધીનગરમાં અંદાજે 55 હજાર મિલકતો આવેલી છે. તેમાંથી હજુ સુધી માત્ર 13,500 મિલકતધારકોએ જ ટેક્સ ભર્યો છે. વળતરની તારીખ વીતી ગયા બાદ ટેક્સ ભરનારા પાસેથી નિયત વેરો વસૂલવામાં આવશે. ગાંધીનગર મનપાના પોર્ટલ પર ઓનલઈન ટેક્સ ભરવાની સુવિધા ઉપલબ્ધ છે અને આ પદ્ધતિના ઉપયોગથી બે ટકા વધારાનું વળતર મળે છે. પરંતુ પોર્ટલ પર ટેક્સ ભરવામાં ઘણી વખત મુશ્કેલી આવતી હોવાની ફરિયાદો વધી છે.

ABOUT THE AUTHOR

...view details