ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટીનું કેમ્પસ ગોવા અને ત્રિપુરામાં પણ ખૂલશે - Campuses abroad

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સીટી પુરા વિશ્વભરમાં જાણીતી છે. આ યુનિવર્સિટીમાં દેશ-વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા માટે આવે છે. દેશના પણ જુદા જુદા રાજ્યોએ પણ તેમના ત્યાં યુનિવર્સિટી કેમ્પસ ખોલવા માટે તૈયારીઓ દર્શાવી છે. આગામી સમયમાં ગાંધીનગરની આ નેશનલ યુનિવર્સિટીના કેમ્પસ ગોવા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં ખુલશે. દેશ ઉપરાંત વિદેશમાં પણ તેના કેમ્પસ ખુલશે.

uni
ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટીનું કેમ્પસ ગોવા અને ત્રિપુરામાં પણ ખૂલશે

By

Published : Jul 24, 2021, 1:07 PM IST

  • દેશ અને વિદેશમાં ખુલશે ગાંધીનગરની યુનિવર્સિટીના કેમ્પસ
  • અત્યાર સુધી 71 કન્ટ્રીના પોલીસ, જજીસ, સાયન્ટીસ્ટ લઇ ચૂક્યા છે ટ્રેનિંગ
  • 4 દેશોએ કેમ્પસ ખોલવા માટે પ્રપોઝલ આપ્યા


ગાંધીનગર : જિલ્લાની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સીટીમાં તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત લીધી હતી અને લેબોરેટરીનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય કેમ્પસમાં પણ યુનિવર્સિટીના કેન્દ્રો આગામી સમયમાં ઓપન થશે. એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ કહ્યું, "ગોવા અને ત્રિપુરા આ બે સ્ટેટમાં યુનિવર્સિટીના કેમ્પસ આગામી સમયમાં ખુલશે. જોકે યુનિવર્સિટીનો ટાર્ગેટ જુદા જુદા રાજ્યોમાં કેમ્પસ ઓપન કરવાનો છે. આ ઉપરાંત અન્ય ચાર જેટલા દેશોએ પણ કેમ્પસ ખોલવા માટે તૈયારીઓ દર્શાવી છે."

4 દેશોના પણ પ્રપોઝલ આવ્યા

ભારત સરકારે અન્ય રાજ્યમાં શાખા ઓપન કરવાની પરવાનગી આપી છે. આવનારા પાંચ વર્ષમાં પાંચથી દસ કેમ્પસ દેશ અને વિદેશમાં ખોલવાની તૈયારીઓ પણ યુનિવર્સિટીની છે. જેમાં ગોવા, ત્રિપુરા ઉપરાંત આગામી સમયમાં રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્રમાં પણ જલદી જ નવા કેમ્પસ યુનિવર્સિટીના ઓપન થશે. તેવું એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ કહ્યું હતું. આ ઉપરાંત વિદેશની કન્ટ્રીના પાંચ પ્રપોઝલ આવ્યા છે. ઝિમ્બાબ્વે, યુગાન્ડા, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોમાં શાખાઓ ખોલવા માટે પ્રપોઝલ આવ્યા છે. જો આવુ થશે તો અહીંથી મેનપાવર અને ઇક્વિપમેન્ટ મોકલવામાં આવશે. વિદેશમાં ચાલતી શાખાઓનું હેડક્વાર્ટર પણ ગાંધીનગર બનશે. નેશનલ કોન્ફરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી એ ફોરેન્સિક સાયન્સ એજ્યુકેશન આપવાવાળી વિશ્વની એકમાત્ર આ સંસ્થા છે.

ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટીનું કેમ્પસ ગોવા અને ત્રિપુરામાં પણ ખૂલશે

આ પણ વાંચો : ડ્રગ્સથી આવેલા ફંડનો ઉપયોગ ફિલ્મ મેકિંગમાં થાય છે: સી.ડી. જાડેજા

71 દેશોના સાયન્ટિસ્ટ, પોલીસ ઓફિસરો અને જજીસને ટ્રેનિંગ અપાઈ

એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ કહ્યું,71 પ્રોગ્રામ ફોરેન્સીક સાયન્સને લગતા ચાલે છે.શિક્ષણ, ટ્રેનિંગ, કન્સલ્ટન્સી અને સંશોધન જેવા 4 કાર્યો ચાલે છે. ફોરેન્સિક સાયન્ટિસ્ટ, પોલીસ ઓફિસર જ્યૂડિસરી અને પ્રોફેશનલને ક્રાઇમ સીન મેનેજમેન્ટ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનના વિષય પર ટ્રેનિંગ આપવામાં આવે છે. મેનેજમેન્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ, એનાલિસિસ ઓફ બૉમ્બ બ્લાસ્ટ, એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર આર્મ, ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર બૉમ્બ બ્લાસ્ટ કેસીસ, તેમાં પણ ખાસ કરીને નશીલા પદાર્થને કેવી રીતે પકડવા, તેમાં પણ કોકેઈન, હિરોઈન, ગાંજો છે કે ડિઝાઇનર ડ્રગ્સનું એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે તેની ખાસ ટ્રેનિંગ પોલીસ ઓફિસરને અપાય છે. 71 કન્ટ્રીના ફોરેનર્સ અહીં ટ્રેનિંગ મેળવી ચુક્યા છે. દેશ અને વિદેશના મળી કુલ 22 હજારને ટ્રેનિંગ આપવામાં આવી છે. દર મહિને 100 થી 200 વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા આવે છે.

આ પણ વાંચો : દેશના 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને NFSU વર્ચ્યુલ ટ્રેનિંગ આપશે, ટ્રેનિંગ સેન્ટરનું અમિત શાહ કરશે ઉદ્ઘાટન

તમારા રૂમમાં ચાલી રહેલા બલ્બ પરથી પણ હેકિંગ થઈ શકે

એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ હેકિંગને લઈને જણાવ્યું કે, તમારા રૂમમાં ચાલી રહેલા બલ્બ પરથી પણ હેકિંગ થઈ શકે છે. સાઇબર ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમ, મોબાઈલ ક્રાઇમ, સોશિયલ મીડિયા ક્રાઇમતો બની રહ્યા છે પરંતુ સૌથી મોટો ફાઈનાન્સિયલ ક્રાઈમ કે જેમાં બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહે છે, ફેક વેબસાઇટ બનાવી લોકોને છેતરવામાં આવે છે. ડમી વેબસાઇટ પરથી ફ્રોડ થાય છે. ઉદાહરણ તરીકે ભૂતકાળમાં ફાર્મા કંપનીને હેક કરી લઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ જ ચેન્જ કરી લઈ પુરી સિસ્ટમને હેક કરવામાં આવી હતી. આ પ્રકારના કેસો બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details