ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર મનપાની વેબસાઇટ હેક, કોર્પોરેશને સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈડ હેક

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈડ હેકર્સ (Gandhinagar Municipal Corporation website hacked) દ્વારા હેક કરી તુર્કી ભાષામાં પોસ્ટર સાથે લખાણ જોવા મળ્યું હતું. અચાનક આ રીતે વેબસાઇટ હેક થતા અને તુર્કી ભાષામાં લખાણ સામે આવતા કોર્પોરેશન દ્વારા સેક્ટર 27 સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગર મનપાની વેબસાઇટ હેક, કોર્પોરેશને સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ
ગાંધીનગર મનપાની વેબસાઇટ હેક, કોર્પોરેશને સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

By

Published : Nov 28, 2021, 5:47 PM IST

  • તુર્કી હેકર દ્વારા વેબસાઇટ હેક થયાનો અંદાજ
  • તુર્કી ભાષામાં હોમપેજ પર લખાણ જોવા મળ્યું
  • ગઇકાલે મોડી રાત્રે હેક કરી મનપાની વેબસાઈડ

ગાંધીનગર :ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈડ દ્વારા હેક (Gandhinagar Municipal Corporation website hacked) કરવામાં આવી હતી. વેબસાઇટ હેક થતા વેબસાઈટનો તમામ ડેટા પણ હેક થઈ શકે છે. હેકર્સ તુર્કી ભાષામાં ફોટો સાથે લખાણ હોમ પેજ પર મુક્યું હતું. હેકર્સે વેબસાઈટ હેક કરતા કોર્પોરેશનની વેબસાઈટ સિક્યોર નથી તેવું સાબિત થયું હતું. જોકે થોડો સમય બાદ વેબસાઇટ પર પણ ઓપન થતી નહોતી, જેથી કોર્પોરેશન દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ (corporation files complaint in cyber crime) કરવામાં આવી હતી. એ પહેલા IT એક્સપર્ટ ટીમને રિકવર કરવા માટે કામે લગાડવામાં આવી છે.

આ પણ વાંચો:ગાંધીનગરના રસ્તા પર જોવા મળશે ઈ-બાઇક, કોર્પોરેશન દ્વારા 600 ઇ-બાઇક મુકવામાં આવશે

તુર્કી ભાષામાં લખ્યું તુર્કી સાથે મિત્ર બનો દુશ્મન ના બનો

તુર્કી ભાષામાં લખાણ લખ્યું હોવાથી અંદાજ એવો માનવામાં આવી રહ્યો છે કે, તુર્કી હેકર્સ દ્વારા ગાંધીનગરની મનપાની વેબસાઇટ હેક (Gandhinagar Municipal Corporation website hacked by Turkish hackers) કરવામાં આવી હોઈ શકે છે, કેમ કે જુદા જુદા સંદેશાઓ તુર્કી ભાષામાં લખ્યા હતા. જેમાંનો એક સંદેશો તુર્કી ભાષામાં એ રીતનો હતો કે, તુર્કી સાથે મિત્ર બનો દુશ્મન ના બનો (Be a friend of Turkey, not an enemy). આ પ્રકારના અન્ય સંદેશાઓ પણ હેકર્સ દ્વારા વેબસાઇટના હોમપેજ પર મુક્યા હતા.

આ પણ વાંચો:ગાંધીનગરની ફાઈવ સ્ટાર લીલા હોટેલના રિસેપ્સનિસ્ટનું મર્ડર, પોલીસે ગુન્હો દાખલ કર્યો

ITની ટીમ રિકવર કરવા માટે કામે લાગી

આ અંગે વધુમાં જણાવતા મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલ મોડી રાત્રે વેબસાઈટ હેક થઈ હોઈ શકે છે, જ્યારે જાણ થઈ ત્યારે વેબસાઈટ હેક થયાની ફરિયાદ અમે સાઇબર ક્રાઇમમાં દાખલ કરાવી છે. કોર્પોરેશન પાસે બીજો ડેટા બેકઅપમાં હોય છે. ફરિયાદના આધારે તપાસ થતા આગામી સમયમાં જાણ થશે કે વેબસાઈટ કોણે અને કેવી રીતે હેક કરી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.સી. દવેએ કહ્યું કે, સેક્ટર 27 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દીધી છે અને ITની ટીમ પણ કામે લાગી છે.

ABOUT THE AUTHOR

...view details