- ગાંધીનગર વન વિભાગ પાસેથી GMCને 18,000 મણ લાકડું ફ્રી મળ્યું
- કુલ બે મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 3,23,795 કિલો લાકડુ ખરીદ્યું
- ગાંધીનગર વન વિભાગ તરફથી મળેલા લાકડાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 14 લાખ 40 હજાર રૂપિયા બચ્યા
ગાંધીનગર : કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં વધુ જોવા મળ્યા હતા, જેના કારણે મોર્ટાલિટિ રેસિયો પણ વધી ગયો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation ) વિસ્તારામાં દરરોજના એક જ સ્મશાનોમાં અંદાજિત 50થી વધુ મૃતદેહોને અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા. જે માટે લાકડામાં પણ અગ્નિસંસ્કાર કરવાની પરવાનગી મળતા ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation ) ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department ) પાસેથી ફ્રીમાં લાકડું લીધું હતું. સરકારે પણ ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department )ને ફ્રીમાં લાકડું આપવા આદેશ કર્યો હતો. આ અંગે વાત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવેએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) પાસેથી 18,000 મણ લાકડું સ્મશાનો માટે ખરીદ્યું છે, જે હજુ બે મહિના સુધી ચાલે તેમ છે. એક મણ લાકડું રૂપિયા 80ના ભાવનું હોવાથી ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation) તરફથી મળેલા લાકડાને કારણે 14 લાખ 40 હજાર રૂપિયા ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation )ના બચ્યા હતા.
એપ્રિલ મહિનામાં GMCએ 2,19,520 કિલો અને મે મહિનામાં 1,04,275 કિલો લાકડું ખરીદ્યુ
ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation )ની યાદી મુજબ આ સમયે એપ્રિલ મહિનામાં કોર્પોરેશને 2,19,520 કિલો લાકડું ખરીદ્યુ હતું. જેમાંથી 1,98,810 કિલો લાકડું વપરાયું હતું, જ્યારે મે મહિનામાં 1,04,275 કિલો લાકડું ભઠ્ઠીઓ માટે લેવામાં આવ્યું હતું, જેમાંથી 87,600 કિલો લાકડું વપરાયું હતું. એટલે કે, એપ્રિલ મહિનામાં 20,710 અને મે મહિનામાં 16,675 લાકડું બચ્યું છે. કુલ બે મહિનામાં 3,23,795 કિલો લાકડામાંથી અત્યાર સુધી 37,385 કિલો લાકડું બચ્યું છે.
આ પહેલા અન્ય એજન્સી પાસેથી રૂપિયા 80ના ભાવથી લાકડું લીધું હતું તેનું બીલ લાખોમાં
સરકારે કોરોનામાં ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department )ને સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાકડું આપવા માટે આદેશ કર્યા હતા. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )એ બે મહિનાથી લાકડું એપેડેમિક પરિસ્થિતિ હેઠળ ફ્રીમાં મળ્યું હતું, પરંતુ અન્ય પ્રાઇવેટ એજન્સી પાસેથી આ પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )એ લાકડું ખરીદ્યુ હતું. સૂત્રોનું કહેવું છે કે, આ લાકડાનો અંદાજિત ખર્ચ લાખોની આજુ બાજુ હતો. જો કે, સીએનજી ભઠ્ઠીમાં પણ અગ્નિસંસ્કાર થતા હોવાથી ઓછા લાકડાની જરૂર પડતી હતી, પરંતુ 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી CNG ભઠ્ઠીઓના રોળ પણ પીગળી ગયા હતા.