ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમગ્ર દેશ, ગુજરાત તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોને 15 ઓગસ્ટ નિમિત્તે 74મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ આઝાદીના આ યજ્ઞમાં પોતાના જીવનની આહુતિ આપનાર તમામ શહીદો અને હુતાત્માઓને યાદ કરી શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 74મા આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી - gandhinagar news update
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમગ્ર દેશ, ગુજરાત તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોને 15 ઓગસ્ટ નિમિત્તે 74મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમજ આઝાદીના આ યજ્ઞમાં પોતાના જીવનની આહુતિ આપનાર તમામ શહીદો અને હુતાત્માઓને યાદ કરી શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.
અમિત શાહે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પર્વની ગૌરવ અને સન્માનભેર ઉજવણી કરીએ સાથે-સાથે કોરોનાની મહામારીને પણ અવશ્ય ધ્યાનમાં રાખીયે, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને સેનિટાઇઝરનો અવશ્ય ઉપયોગ કરીએ. સામાજિક મેળાવડાઓ ટાળીએ, તે જ આ સાંપ્રત પરિસ્થિતિમાં સાચી રાષ્ટ્રભક્તિ ગણાશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ 'ભારત' માટે આજે આ ઐતિહાસિક દિવસ છે. જ્યારે દેશે જૂલ્મની અને અત્યાચારની બેડીઓ તોડી 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ સામ્રાજ્યમાંથી સ્વતંત્રતા મેળવી હતી. આપણને મળેલી આઝાદી અણમોલ છે. આઝાદીનું જતન અને સંવર્ધન જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિમાં પ્રત્યેક નાગરિકની સહભાગિતા સુનિશ્ચિત કરીએ અને દેશના પ્રત્યેક વંચિત, ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરીને તેઓના જીવનને પણ સુખી અને સમૃદ્ધ બનાવીએ. દેશના તમામ નાગરિકો પણ દેશની આન, બાન, શાન તથા રાષ્ટ્ર સન્માનને વૈશ્વિક રીતે ઉજાગર કરવા "વોકલ ફોર લોકલ" અને "આત્મનિર્ભર ભારત" ચળવળને સ્વયંભૂ બનાવે અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે એ આવશ્યક છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચાર દર્શન મુજબ જ્યારે દેશમાંથી અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, ગંદકી અને કુરિવાજોનું નિર્મૂલન થશે ત્યારે જ આપણને સાચી આઝાદી પ્રાપ્ત થઈ ગણાશે. આ તબક્કે આપણે સૌ એકજૂટ થઈને આ અનિષ્ટોમાંથી આઝાદ થવાની ઝંખના બળવત્તર બનાવીએ.
અમિત શાહે અંતમાં જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળ દરમ્યાન "અંગ્રેજ ભારત છોડો"નો નારો બુલંદ બન્યો હતો. આ રાષ્ટ્રીય પર્વએ આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને અનુસરીને "ગંદકી ભારત છોડો" નારાને જન આંદોલન સ્વરૂપે પરિવર્તિત કરીને આપણી આજુબાજુ મહોલ્લા, શેરી, શહેર, ગામડાઓ, રાજ્ય અને રાષ્ટ્રને ગંદકીથી આઝાદી અપાવી સ્વચ્છ અને સ્વસ્થ દેશ નિર્માણમાં ભાગીદાર બનીએ.