ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર લોકડાઉન: કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો સીધા જેલમાં જશે - ગાંધીનગરના તાજા સમાચાર

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે 6 જેટલા શહેરોને લોકડાઉન કર્યા છે. જેથી ગાંધીનગર સચિવાલય અને વિધાનસભામાં કામ કરનારા કર્મચારીઓને જ ગાંધીનગરમાં એન્ટ્રી અપાઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની તપાસ કર્યા બાદ અમે તેમને ગાંધીનગરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે છે.

ETV BHARAT
ગાંધીનગર લોકડાઉન: કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો સીધા જેલમાં જશે

By

Published : Mar 23, 2020, 12:42 PM IST

Updated : Mar 23, 2020, 1:04 PM IST

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે 6 જેટલા શહેરોને લોકડાઉન કર્યા છે. જેથી ગાંધીનગર સચિવાલય અને વિધાનસભામાં કામ કરનારા કર્મચારીઓને જ ગાંધીનગરમાં એન્ટ્રી અપાઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની તપાસ કર્યા બાદ અમે તેમને ગાંધીનગરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે છે.

ગાંધીનગર લોકડાઉન: કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો સીધા જેલમાં જશે

વધુમાં તેમણે જણાવ્યું કે, ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ લોકડાઉન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસને કારણે ગાંધીનગરને લોકડાઉન કરાયું છે. જેથી ગાંધીનગરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરાઈ રહ્યું છે. તમામ લોકલ સેવા સ્થગિત કરી છે, પરંતુ આવશ્યક સેવાઓ તેમજ ચીજ-વસ્તુઓ માટે ગાંધીનગરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં રાજ્ય સરકારે તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેથી ગાંધીનગરમાં નિયમનો ભંગ કરાય નહીં તેની તકેદારી પણ રખાય છે. જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે.

Last Updated : Mar 23, 2020, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details