- ગાંધીનગર LCBએ ડબલ મર્ડરના આરોપીની કરી ધરપકડ
- આરોપીએ પોતાના મિત્ર અને મહિલા મિત્રની કરી હતી હત્યા
- સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં થઈ હતી હત્યા
ગાંધીનગર: વર્ષ 2020માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગિરનારી આશ્રમની પાછળ સંજય નામના વ્યક્તિની હત્યા થઈ હતી. ત્યારે આ હત્યાના આરોપીની LCB-1એ ધરપકડ કરી હતી. આરોપીએ પોતાના મિત્ર અને મહિલા મિત્ર જ્યોત્સનાની હત્યા કરી તેને કેનાલમાં ફેંકી દીધી હતી. આરોપી જિગર ઉર્ફે જિગો ઠાકોરે ગાંધીનગર LCB સમક્ષ કબૂલાત કરી હતી. આ સાથે જ LCBની ટીમે 2 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આ પણ વાંચો-Murder: સુરતના સચિન વિસ્તારમાં બે ભાઈ પર ચાકુથી હુમલો, એકનું મોત
આરોપીએ એક વર્ષ પહેલાં દારૂ પીધા બાદ મિત્રને મારી નાખ્યો હતો
સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં 5 ઓક્ટોબર 2020ના રોજ અજાણ્યા શખ્સે સંજયસિંહ ઉર્ફે કાળુ લક્ષ્મણસિંહની રામાપીરના મંદિર ગિરનારી આશ્રમની પાછળની સીમમાં તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. 6 ઓક્ટોબર 2020ના રોજ અંબારામ મેરાજી ઠાકોરે (રહે. સાંતેજ) જેમને સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. એલસીબી 1 ટીમે અલગ ટીમ બનાવી બાતમીને આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી હતી. તેમ જ મૃતકની વિગત એકઠી કરી હતી. શંકાના આધારે અને પૂરાવા એકત્રિત કરી સાંતેજ પોલીસ સ્ટેશનના ગુનામાં જિગર ઉર્ફે જિગો પોપટજી ઠાકોર પર યુક્તિ-પ્રયુક્તિ કરતા પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી અને તેને સંજય સિંહ ઉર્ફે કાળુનું મર્ડર પોતે કર્યા હોવાની કબૂલાત કરી હતી.