ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઓક્ટોબર માસમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય 23 શક્યતા છે. ત્યારે અનેક લોકો ગાંધીનગરમાં આવીને આંદોલનો કરી રહ્યા છે. આજે છેલ્લા કેટલાય દિવસથી ગણતરીની સંખ્યામાં આવનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે એકઠા ( Gandhinagar Health Workers Protest ) થયા હતાં. રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના ( Health Ministry of Gujarat ) કર્મચારીઓની માંગ સંતોષે તે માટેનો આંદોલન પણ થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું હોય છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારીઓએ ગુજરાત સરકારના આરોગ્ય ખાતા વિરુદ્ધ બાંયો ચડાવી છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 39મો દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી હડતાળ ઉપર છે અને આજે ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓની હડતાળ ( Gandhinagar Health Workers Protest ) નો 39મો દિવસ હતો. ત્યારે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ એક અઠવાડિયા પહેલા રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં માંગ ( Demands of Health Workers ) સંતોષાઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે સરકારે માગ સ્વીકારી ન હોવાના કારણે આંદોલન યથાવત રહેશે તેવી પણ જાહેરાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આમ વારંવાર સરકાર સાથેની વાતો બાદ આંદોલન સમેટવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારનું આરોગ્ય ખાતું (Health Ministry of Gujarat) માંગ પૂરી ન કરતાં ફરીથી આરોગ્ય કર્મચારીઓ આંદોલનનો રસ્તો અપનાવે છે.