ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આર્થિક રીતે મદદ કરવામાં પણ આવતી હતી, માસ્ક દવા ઓક્સિજન ગમે તે પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હતી. આ ઉપરાંત નેશનલ હેલ્થ મિશનઅંતર્ગત ગ્રાન્ટ પણ (National Health Mission Grant) ફાળવવામાં આવતી હતી જ્યારે આ ગ્રાન્ટનો ગેરઉપયોગ પણ હવે સામે આવ્યો છે. ગાંધીનગરના આરોગ્યવિભાગમાં કોન્ટ્રાક્ટ ફરજ બજાવતા કર્મચારીઓએ 11 કરોડની ગ્રાન્ટ(Grant embezzlement of Rs 11 crore) બારોબાર સગેવગે (Gandhinagar Health Department Scam) કરી હોવાની ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
કેવી રીતે કૌભાંડ આવ્યું સામે - વાત કરવામાં આવે તો સરકારી વિભાગોમાં દર વર્ષે ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષના નાણાકીય વર્ષના ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા આરોગ્યવિભાગ દોડતું થયું છે અને વધુ તપાસ કરતા સમગ્ર કૌભાંડમાં હાર્દિક પટેલ અને તેનો મિત્ર યુધીર જાની દર્દીઓને સહાયરૂપ થવા ફાળવવામાં આવતી ગ્રાંટમાં (National Health Mission Grant)ખોટા નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને બેન્ક એકાઉન્ટ બનાવીને 11 કરોડો રૂપિયાની (Gandhinagar Health Department Scam)ઉચાપત કરી છે. જરા સમગ્ર કૌભાંડની ઘટનાના આરોગ્ય વિભાગ દ્વારા જે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી