- ગાંધીનગર ફાયર વિભાગની કામગીરી
- AAPના સાગઠનમંત્રીની બિલ્ડીંગ સીલ કરવામાં આવી
- ફાયર NOC ના હોવાથી બિલ્ડીંગ કરાઈ સીલ
- AAPની ઓફિસ પણ બિલ્ડીંગમાં હોવાથી સીલ
ગાંધીનગરઃસરગાસણ ચાર રસ્તા પાસે આવેલી કટારીયા નામની ઈમારતને ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા ફાયર NOC ના હોવાના કારણે સીલ મારી દેવામાં આવી છે. તમામ બિલ્ડિંગની અંદર રહેલ તમામ ઓફિસ અને દુકાનોને સદંતર સીલ મારી દેવામાં આવ્યું છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે કટારીયા નામની બિલ્ડીંગ બનાવનાર વ્યક્તિએ AAPમાં ગાંધીનગર જિલ્લામાં હોદ્દેદાર અને સંગઠન મંત્રી હોવાનું સામે આવ્યું છે.