માણસાની 4 સ્કૂલમાં પરીક્ષામાં પૂછાયેલા વિવાદિત પ્રશ્નન મામલે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પેપર તૈયાર કરનાર શિક્ષકોને નોટિસ આપી ખુલાસો માગ્યો છે. 12મી ઓક્ટોમ્બરે ધોરણ 9 અને 12નાં ગુજરાતી પ્રશ્નપત્રમાં પુછાયેલા પ્રશ્નને લઇને વિવાદ વકર્યો હતો. ધોરણ-9નાં ગુજરાતી વિષયનાં પેપરમાં ગાંધીજીએ આપઘાત કેમ કર્યો? તેવો 4 ગુણનો પ્રશ્ન પૂછાયો હતો.
ગાંધીજીના આપઘાત અંગેના સવાલની ઘટનાઃ શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ - ગાંધીજીએ આત્મહત્યા કેમ કરી
ગાંધીનગર: માણસા તાલુકામાં આચાર્ય સંઘ દ્વારા તૈયાર કરેલા પ્રશ્નપત્રોમાં ગાંધીજીએ આપઘાત કેમ કર્યો? અને તમારા જિલ્લામાં દારૂનું વેચાણ થાય છે, તો આ અંગે જિલ્લા પોલીસ અધિકારીને કેવી રીતે રજૂઆત કરશો? જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેને લઈને રાજ્યભરમાં પ્રશ્નપત્ર અંગે ટીકાઓ થઈ રહી હતી. આ અંગે ગાંધીનગરના જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વઢેરે તપાસના આદેશ આપીને સમગ્ર ઘટનાનો ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે.
ગાંધીજીની આત્મહત્યા અંગેના સવાલમાં ગાંધીનગર શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
મળતી માહિતી મુજબ, આ પ્રશ્ન સુફલામ શાળા વિકાસ સંકુલમાં પૂછવામાં આવ્યો હતો. સુફલામ શાળા વિકાસ સંકુલ એક ખાનગી શાળા છે અને ગાંધીનગરમાં ગ્રાન્ટ મેળવીને ચાલી રહી છે.
ઉપરાંત, વર્ગ 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પેપરમાં બીજો પ્રશ્ન એવો હતો કે, જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને તમારા વિસ્તારમાં દારૂના વેચાણમાં વધારો અને બુટલેગરો દ્વારા ઉદ્ભવેલા ઉપદ્રવ અંગે ફરિયાદ કરો.