ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં મેલેરિયા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાઇ, મચ્છર સામે મજૂરોના રક્ષણ માટે સૂચન અપાયા - gandhinagar news

ગાંધીનગર: શહેરનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે, રોજ નવા કન્સ્ટ્રક્શન ઉભા થઈ રહ્યાં છે. તેમાં કોન્ટ્રાક્ટરોનો મોટો ફાળો છે. ત્યારે બાંધકામ સાઇટ ઉપર મોટી સંખ્યામાં દર વર્ષે મચ્છરોના પોરા મળી આવતા હોય છે. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વર્તાઇ રહી છે. તેના પગલે ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તાર અને તાલુકા મથકોએ ચાલતી બાંધકામ સાઇટો ઉપર સંભવિત મચ્છરજન્ય રોગચાળા સામે બિલ્ડર-કોન્ટ્રાક્ટરોને એલર્ટ રહેવા માટે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા ગત જૂન માસમાં લેખિતમાં તાકિદ કરવામાં આવી છે. તે માટે 230 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં અનેક સાઇટ ઉપર બિલ્ડર-કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી.

કોન્ટ્રાક્ટરોને નોટિસ

By

Published : Aug 9, 2019, 2:39 AM IST

મેલિરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂ જેવા વાહકજન્ય રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરી કરવા ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ચોમાસાની મૌસમને લક્ષમાં લઇ મચ્છરનો ઉપદ્રવ થાય તેવા સંભવિત સ્થળો અને ગંદકી ફેયા તેવા વિસ્ચારોમાં સાવચેતીના પગલા ભરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે અને પીએચસી તેમજ સીએચસીના સ્ટાફને પણ આવશ્યક કામગારી પુરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરાયેલી સ્થળ તપાસમાં 11 બાંધકામ સાઈટના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હતી. જેમાં રાંદેસણમાં ,ર્થક ફોર્ચ્યુન, રાયસણમાં સાગર રેસીડેન્સી, કુડાસણમાં ખાખરિયા પ્રજાપતિ, કુડાસણમાં વીટીસી, કુડાસણમાં પ્રમુખ તિયારા, કુડાસણમાં ગુડા-2, અડાલજમાં હિન્દુસ્તાન આરએમસી અને સરસ્વતી સાઇટ, ભાટમાં કર્ણાવતી રિવર સાઇટ અને એકોઝોટિકા સહિતની બાંધકામ સાઇટનો સમાવેશ થાય છે. તેની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર મચ્છરોના પોરા મળી આવતાં નોટિસો ફટકારવામાં આવી છે.

જ્યારે કોન્ટ્રાક્ટરોને કઈ બાબત પર ધ્યાન રાખવું તેની માહિતી આપી હતી. જેમાં કન્સ્ટ્રકશન કામ માટે રોકવામાં આવેલા મજૂરોની યાદી તૈયાર રાખવી. જેમાં મજુરોના નામ, ઉંમર તથા સરનામા ક્યાંથી આવે છે અને તેનું વતન. આ ઉપરાંત હાલના રહેઠાણના સરનામાનો ઉલ્લેખ કરવો. મજુર ક્યારે ગાંધીનગર જિલ્લામાં આપની કન્સ્ટ્રકશન સાઈડ ઉપર હાજર થયો અને ક્યારે પરત ફર્યો હતો તેની તારીખ જણાવવી. પરત આવે ત્યારે તરત જ મેલેરિયા માટેનું નિદાન કરાવવું, આ માટે આપના વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પૂરતો સહયોગ આપવો, તમામ મજૂરોને મચ્છરદાની પૂરી પાડવી, બાંધકામ સાઇટની જગ્યાએ પાણીનો ભરાવો થાય ત્યાં અઠવાડિયામાં બે વખત બળેલું ઓઇલ અથવા ડીઝલ નાખવું, મજૂરોની વસાહતમાં જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ઉપયોગી કામગીરી કરવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details