- કોવિડ હોસ્પિટલ, ક્લિનિક, ડોક્ટર સાથે મુલાકાતો પણ કરી
- નિયમોનું પાલન કર્યું માટે કોરોનાથી બચવામાં સફળ
- કોરોના એ અદ્રશ્ય શત્રુ છે માટે સાવધાન અને ફોકસ રહો
ગાંધીનગરના જિલ્લા ક્લેક્ટર કુલદીપ આર્યાની ETV Bharat સાથે ખાસ વાતચીત
ગાંધીનગર જિલ્લા ક્લેક્ટક કુલદીપ આર્યા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોરોનાની સ્થિતિમાં સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રજાના દિવસે પણ તેઓ કલાકો સુધી કાર્યશીલ રહ્યા છે. કોરોના જેવી સ્થિતિમાં ડોક્ટરોને મળવું, હોસ્પિટલોમાં જવું વગેરે કામની વચ્ચે પણ તેમને કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કર્યું છે અને એટલે જ તેઓ એક પણ વાર કોરોના સંક્રમિત થયા નથી, ત્યારે તેમને લીધેલી તકેદારી, નિત્યક્રમ અને સેફ્ટી માટે તેમને પાળેલા નિયમો, તેમજ તેઓનો લોકો શું મેસેજ છે તેને લઈને ETV Bharat નું જિલ્લા ક્લેક્ટર કુલદીપ આર્યા સાથેનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ.
ગાંધીનગર : એક સમયે ક્લેક્ટર ઓફિસમાં તેમની ઓફિસમાં કામ કરતા પ્યુન સહિતના સાતથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા હતા પરંતુ જિલ્લા કલેક્ટર તમામ પ્રકારની તકેદારીના લીધે ક્યારેય કોરોના સંક્રમિત થયા નથી. બહાર નિકળતા તેઓ સતત માસ્ક પહેરી રાખે છે, બહાર ગયા બાદ કોઈ પણ વસ્તુને ટચ ના કરવી, બહારનું ફૂડ અવોઇડ કરવું, સતત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વારંવાર હાથ ધોતા રહેવું, કલાકો કામ કર્યા છતાં પોઝિટિવ અભિગમ રાખવો અને સ્ટ્રેસ લીધા વિના કામ પૂરુ કરવું, આ પ્રકારના નિત્યક્રમ તેમનો આ મહામારીમાં છે અને એ જ કારણે તેઓ કોરોના સંક્રમણથી બચી શક્યા છે.
પ્રશ્ન : તમે જિલ્લા ક્લેક્ટર હોવા તરીકે કલાકો કામ કર્યું, રજાઓમાં પણ સતત કાર્યશીલ રહ્યા છો, આ સમયે પોતાની જાતને કોરોનાથી બચાવવા સફળ રહ્યા છો, કયા પ્રકારની તકેદારી રાખી હતી?
જવાબ : કોવિડ વાઇરસના કારણે પ્રોપર માસ્ક હંમેશા પહેરતો હતો, સામાજિક અંતર હંમેશા જાળવતો હતો , સતત હાથ ધોવનો આગ્રહ રાખ્યો છે, છેલ્લા એક વર્ષથી આ તમામ નિયમોનું પાલન કરુ છું, એટલું જ નહીં કામગીરીમાં પણ પૂરતું ધ્યાન રાખુ છું. જ્યારે પણ કામગીરીના ભાગરૂપે કોવિડ હોસ્પિટલ, ક્લિનિક, ડોકટર સાથે મુલાકાત લીધી હતી. ત્યારે આ તમામ નિયમોનું પાલન કરુ છું, બિન જરૂરી ચીજ વસ્તુઓ ક્યારેય બહારની ખાતો નથી.