ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીના મતદાનની દિવસ દરમિયાનની પ્રક્રિયામાં રાજકીય ઉત્તેજના સતત બની રહી હતી. બીટીપીના બે ધારાસભ્ય અને એનસીપીના એક ધારાસભ્યના મતદાનને લઇને રાજકીય માહોલ ગરમાયેલો રહ્યો હતો. બીટીપીના ઘારાસભ્યોએ મતદાન કર્યું ન હોવાની માહિતી મતદાનનો સમય પૂર્ણ થયે બહાર આવી હતી તો એનસીપીના ધારાસભ્ય ભાજપના નેતાની ગાડીમાં જ મતદાન કરવા આવ્યાં હતાં અને મતદાન કરીને રવાના થયાં હતાં. જેને લઇને તેમનું વલણ સામે આવી ગયું હતું.
BTP-NCPને લઇને કોંગ્રેસના બન્ને ઉમેદવારમાં નારાજગી - ભરતસિંહ સોલંકી
રાજ્યસભા ચૂંટણીની તમામ રાજકીય ગતિવિધિઓના અંતે આજે ધારાસભ્યોના મતદાનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આજે પરિણામ પણ સામે આવનાર છે ત્યારે મતદાન પૂર્ણ થયાં બાદ કોંગ્રેસના ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયાઓ સામે આવી છે.
બીટીપી-એનસીપીને લઇને કોંગ્રેસના બન્ને ઉમેદવારમાં નારાજગી
આ સંજોગોમાં કોંગ્રેસના બંને ઉમેદવારોની નારાજગી જોવા મળી હતી. ભરતસિંહ સોલંકી માટે ગોઠવાયેલું પાસું ઉલટું પડતાં અને શક્તિસિંહ ગોહિલની જીત નક્કી હોવાનું સ્પષ્ટ થયાં બાદ તેમણે માધ્યમો સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.