ગાંધીનગરકલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના (shiv shakti Synchronized) સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરના અલૌકિક દર્શન જોવા મળ્યા હતા. અંદાજે 35,000 લોકોએ સાથે મળીને મહાઆરતી કરી સૌને માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, વરિષ્ઠ અધિકારીઓ મમતા વર્મા, સંજીવકુમાર, રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં મહાઆરતીનું દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું હતું. (Gandhinagar Cultural Forum Garba MahaAarti)
શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર, કરો અલૌકિક દર્શન
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મહાઆરતીમાં શિવ અને શક્તિની સુંદર (shiv shakti Synchronized) સમન્વયનું સ્વરૂપ જોવા મળ્યું હતું. કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં અનેક પ્રતિમા બનાવવામાં આવે છે. જે દ્રશ્ય બનાવવા અને મહાપ્રસાદ માટે સંખ્યાબંધ કાર્યકરો આ સેવા કાર્યમાં જોડાયા હતા. (Gandhinagar Cultural Forum Garba MahaAarti)
અદભુત અને અલૌકિક દર્શનઈશ્વરનું આ સ્વરૂપ સમગ્ર વિશ્વને સાયુજ્યની શીખ આપે છે. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગુંથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિટર્તાનું સુંદર સર્જન છે. હું, તમે, આપણે સૌ આ સુંદર સૃષ્ટિનો એક ભાગ હોવાનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. પરમ તત્વને કાર્યરત થવા પ્રકૃતિરૂપી શક્તિની અપેક્ષા રહે છે. પરમાત્મા અને પ્રકૃતિ, શિવ અને શક્તિનું જોડાવું તે આશ્ચર્ય આનંદસભર અનુભૂતિ છે. બે તત્વોનો જ્યાં મેળાપ થાય, ઐક્ય સર્જાય તે સંધિને અતિ પવિત્ર માનવામાં આવે છે. જેમ દિવસ અને રાત. જેમ નદી અને સમુદ્રનો મેળાપ. તેના દર્શન માત્રથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. આજે એવી જ પુણ્યશાળી ક્ષણો આપણને પ્રાપ્ત થઈ છે.(Gandhinagar Garba MahaAarti shiv shakti)
મહાઆરતીમાં અનેક પ્રતિમા આ અર્ધનારીશ્વર સ્વરૂપને આપણા અનંત કોટિ પ્રણામ સહ પ્રાથીએ કે આપણા સૌના જીવનમાં સાયુજ્ય, એક્સ, સમાવેશિતા, સકારાત્મકતા અને સ્નેહસભરતા સ્થપાય મહત્વનું છે કે છેલ્લા વર્ષથી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં અનેક પ્રતિમા બનાવવામાં આવે છે. આ વર્ષે શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરના અલૌકિક દર્શન કરાવ્યા જે દ્રશ્ય બનાવવા અને મહાપ્રસાદ માટે સંખ્યાબંધ કાર્યકરો આ સેવા કાર્યમાં જોડાઈને પોતાને ધન્યતા અનુભવતા સાથે શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. (Shiv and Shakti Mahaarti in Gandhinagar)