- કોંગ્રેસના વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટરે ભાજપનો કર્યો વિરોધ
- ભાજપ દ્વારા ગાંધીનગરથી બાસણને જોડતા નું ખાતમુહૂર્ત કરતા કરાયો વિરોધ
- કોર્પોરેશનની ગ્રાન્ટના થયેલા કામોનો ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે
ગાંધીનગર : મહાનગરપાલિકા( Gandhinagar Corporation election )ની ચૂંટણી આડે માત્ર દસ દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો છે, ત્યારે થોડા દિવસ પહેલા બીજેપી (BJP Candidate) દ્વારા વોર્ડ નંબર 3માં આર એન્ડ બી અને કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી જે કામો થયા છે, તે કામમાં પોતાના કોર્પોરેટરે કર્યા છે તેવું તેમની પત્રિકામાં દર્શાવ્યું હતું. આ બાદ ફરી વખત આશ્ચર્યજનક ભાજપનો પ્રચાર સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ(Gandhinagar Congress)ના વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટરે કહ્યું હતું કે, લડતા ઉમેદવારો ગાંધીનગર બાસણને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત પણ જાતે કરી દીધું છે." મતદારોને રિઝવવા માટે આ પ્રકારે પણ પ્રચાર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં થઈ રહ્યો છે.
કોર્પોરેશનની ગ્રાન્ટના કામોના જાતે ખાત મુહૂર્ત કરી રહ્યા છે
આ અંગે વધુમાં જણાવતા વોર્ડ નંબર 4 ના પૂર્વ કોર્પોરેટર અને આ વખતના ઉમેદવાર હસમુખ મકવાણાએ જણાવ્યું હતું કે, "વોર્ડ નંબર 4માં હાલમાં જે ઉમેદવારો ભાજપમાંથી ઉભા છે અને ચૂંટણી લડી રહ્યા છે તેમણે શહેર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓએ પાલજ અને બાસણથી જોડતા બ્રિજનું ખાત મુહૂર્ત જાતે કરી નાખ્યું છે. આવા ખોટા તાયફા કરી કામ બતાવી રહ્યા છે, જે ખરેખર ગેરવ્યાજબી છે. લોકોને સાચા માર્ગે દોરવાની જગ્યાએ તેઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના અને કોર્પોરેશનની ગ્રાન્ટના કામોના જાતે ખાતમુહૂર્ત કરી રહ્યા છે, એ પણ એવા કે જેમનું ટેન્ડરિંગનું કામ થયેલું છે.
18 દિવસ પહેલા કર્યું હતું ખાતમુહૂર્ત
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પ્રચારની નીતિ એક અલગ રીતે જોવા મળી રહી છે, જેમાં આ રીતે ક્યાંક ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, તો ક્યાંક બહારથી પેડ કાર્યકર્તાઓ પ્રચાર માટે બોલાવવામાં આવી રહ્યા છે. તે પ્રકારની વાતો સામે આવી રહી છે. જો કે બીજેપી દ્વારા વધુ ઉમેદવારો વોર્ડ પ્રમાણે વહેંચી દેવામાં આવ્યા છે, જેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જ્યાં કોર્પોરેશનની ચૂંટણીના 18 દિવસથી પણ વધુ સમયગાળા પહેલા તેમણે આ રીતે ખાતમુહૂર્ત કર્યું હતું.