ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોના ભાવિ EVM માં કેદ - LIVE

Gandhinagar Corporation Election 2021 LIVE
Gandhinagar Corporation Election 2021 LIVE

By

Published : Oct 3, 2021, 7:02 AM IST

Updated : Oct 3, 2021, 6:38 PM IST

17:12 October 03

15:50 October 03

ગાંધીનગરના વોર્ડ 6 માં એક વોટ પેપરથી કરાયો

  • વોર્ડ 6 માં એક વોટ પેપરથી કરવામાં આવ્યો
  • રેર ઓફ ઘ રેર કેસમાં જ અપાઈ છે પેપર વોટ
  • EVMથી થતી મતદાન પ્રક્રિયામાં જો એક વોટ પેપરથી અપાઈ તો તેને ટેન્ડર વોટ કહેવાય
  • વોર્ડ 6 ના સેકટર 13 માં કિશોરસિંહ વાઘેલાએ આપ્યો ટેન્ડર વોટ

13:17 October 03

રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા મતદાન મથક બહાર પ્રચાર કરાતો હોવાની ફરિયાદ

ગાંધીનગર મ.ન.પા. ચૂંટણીમાં મતદાન કેન્દ્રો બહાર રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા પ્રચાર કરાતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ટોપી પહેરીને કેન્દ્રો બહાર ઉભા હોવાની ભાજપે ફરિયાદ કરી હતી. મ.ન.પા. વિસ્તાર બહારના AAPના કાર્યકરો ગાંધીનગરમાં હાજર હોવાની પણ ફરિયાદ થઈ હતી. જે અંગેની તમામ ફરિયાદોનું નિરાકરણ કરાયું હોવાનું જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યએ જણાવ્યું હતું. 

09:47 October 03

વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ કર્યું મતદાન

ગાંધીનગર ખાતે રહેતા વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પરિવાર સાથે વોર્ડ નં. 10 ખાતે મતદાન કર્યું હતું. 99 વર્ષીય હીરાબા માટે મતદાન મથક ખાતે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી હતી. 

08:55 October 03

આયોજનના અભાવે મતદાતાઓને હાલાકી

વોટિંગ કરવા માટે પરચી ન મળતા મતદાતાઓ યાદીમાં પોતાનું નામ છે કે કેમ, તેની ચકાસણી કરવા એક બુથ પરથી અન્ય બુથ તરફ જતા હતા. એક જ વોર્ડમાં ત્રણથી ચાર વખત ધક્કા ખાવા છતા કામગીરી ન થતા મતદાતાઓ રોષે ભરાયા હતા.

07:31 October 03

1775 પોલિંગ સ્ટાફ અને 5 મદદનીશ અધિકારી સતત ખડેપગે

  • મ.ન.પા. ચૂંટણી માટે 5 મદદનીશ અધિકારી  
  • મ.ન.પા. ચૂંટણી માટે 1775 પોલિંગ સ્ટાફ  
  • ગાંધીનગરમાં કુલ 1,45,215 પુરુષ મતદારો
  • ગાંધીનગર મ.ન.પા.માં 1,36,830 સ્ત્રી મતદારો
  • ગાંધીનગર મ.ન.પા.માં કુલ 2,82,054 મતદારો
  • ગાંધીનગર મ.ન.પા.માં 1,270 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે
  • ગાંધીનગર મ.ન.પા.માં કુલ 284 મતદાન મથકો
  • મ.ન.પા.માં 129 સંવેદનશીલ મતદાન મથકો
  • મ.ન.પા.માં 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો

06:46 October 03

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોના ભાવિ EVM માં કેદ

  • કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાશે મતદાન
  • સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાાન
  • આજની ચૂંટણી માટે કુલ 3,83,380 મતદારો નોંધાયા  
  • 5 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે મતગણતરી
Last Updated : Oct 3, 2021, 6:38 PM IST

For All Latest Updates

TAGGED:

LIVE

ABOUT THE AUTHOR

...view details