ગાંધીનગર: પાટનગરનું વર્ષ 2020-21નું 291 કરોડનું બજેટ શનિવારે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ અનેક મુદ્દાઓ પર આમને સામને આવ્યા હતા.
ગાંધીનગર કોર્પોરેશનનું 291 કરોડનું બજેટ મંજૂર, કમિશ્નરનો વિરોધ - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ
ગુજરાત સરકારનાં બજેટ બાદ ગુજરાતના પાટનગર ગાંધીનગર કોર્પોરેશનનું વર્ષ 2020 માટે બજેટ રજૂ કરાયુ હતુ. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા 291 કરોડનું બજેટ રજૂ કરાયુ હતુ.. આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમા-ગરમી જોવા મળી હતી. સાથે જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કમિશ્નર કામ ન કરતાં હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે.
ગાંધીનગર કોર્પોરેશન બજેટ
બજેટમાં કરવામાં આવેલી મહત્ત્વની જોગવાઈ
- મેગા મેડિકલ કેમ્પ માટે રૂપિયા 10 લાખની જોગવાઈ
- નવો ટાઉન હોલ બનાવવા માટે 100 લાખ રૂપિયાની જોગવાઈ
- રાજ્ય સરકારની સોલાર યોજના અન્વયે ખાનગી રહેણાકોને વધારાનો સબસીડી ખર્ચ રૂપિયા 1 કરોડની જોગવાઈ
- કોર્પોરેટરોને વાર્ષિક 12.50 લાખની જોગવાઈ
- સાબરમતી નદી ઉપર બાસણ ગામને રોડ સાથે જોડનારા પુલના બાંધકામ માટે 1 કરોડની જોગવાઈ
- ઇન્ડોર સ્પોર્ટ્સ ક્લબ, જીમખાનું અને સ્નાનગૃહ માટે 5 કરોડની જોગવાઈ
- શહેરના રોડ નંબર 6 અને 7 પર આવેલ રેલવે ક્રોસિંગની જગ્યાએ રેલવે ઓવર બ્રિજ માટે 1 કરોડની જોગવાઈ
- ગાંધીનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક હાઈ માસ લગાવવા માટે રૂપિયા 15 લાખની જોગવાઈ
- ગાંધીનગરમાં ફિકસ પગારમાં જોડાયેલા કર્મચારીઓ માટે 5 વર્ષની જગ્યાએ 3 વર્ષની જોગવાઈ
- ધોળાકુવા ગામ પાસે લગ્નવાડી બનાવવા માટે 2.5 કરોડની જોગવાઈ
- શહેરમાં બાગ બગીચા માટે રૂપિયા 14 કરોડની જોગવાઈ
- નવીન રહેણાંક મકાનોમાં વસાહતીઓ દ્વારા જળ સંચય કરી શકાય તે માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ
- માળખાકીય સુવિધા વધારવા માટે 4 કરોડની જોગવાઈ
- સબવાહીની માટે 25 લાખની જોગવાઈ
- મુક્તિધામ, કબ્રસ્તાન તથા નાના બાળકો માટેની દફનવિધિ માટે 3 કરોડની જોગવાઈ
- શહેરના આંતરિક રોડ, શોપિંગ સેન્ટર તથા રિંગ રોડની સફાઈ માટે 5 કરોડની જોગવાઈ
- કોર્પોરેશન વિસ્તારમાં આવેલી પ્રિપ્રાઇમરી શાળા ચલાવવા માટે 3 લાખની જોગવાઈ
- 24 કલાક પાણી પૂરૂં પાડવા માટેની ખાસ જોગવાઈ, ગાંધીનગરની તમામ ગટરોનું નવીનીકરણ
- રંગમંચ જેવા સેકટર 12,13 અને 16માં આવેલા ઓપન થિયેટર
આમ કોર્પોરેશન દ્વારા 291 કરોડનું નાણાકીય વર્ષ 2020-21નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે.
Last Updated : Feb 29, 2020, 5:54 PM IST