ગુજરાત

gujarat

ETV Bharat / city

Gandhinagar Bar Association: સચિન દીક્ષિતના કેસમાં વકીલોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો - Gandhinagar Court

સચિન દીક્ષિતના કેસ સંદર્ભે ગાંધીનગર બાર એસોસિએશન (Gandhinagar Bar Association) દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યાં છે. આજે જ્યારે કોર્ટમાં સચિન દીક્ષિતને (Sachin Dikshit) હાજર કરવામાં આવે ત્યારે તેના તરફથી કોઈ વકીલ હાજર નહોતો. એટલા માટે કોર્ટ તરફથી લીગલ એઇડનો (Legal Aid ) વકીલ તેના તરફી આપવામાં આવ્યો હતો.

Gandhinagar Bar Association: સચિન દીક્ષિતના કેસમાં વકીલોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો
Gandhinagar Bar Association: સચિન દીક્ષિતના કેસમાં વકીલોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો

By

Published : Oct 11, 2021, 5:37 PM IST

  • મર્ડર અને બાળકને તરછોડી દેવાની વાતને જોઈ વકીલોએ પણ દૂર રહેવાનું નક્કી કર્યું
  • સચિન દીક્ષિત તરફથી કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો
  • કોર્ટમાં સરકારી વકીલ તરફથી લીગલ કાર્યવાહી કરાઈ


    ગાંધીનગર : ગાંધીનગર કોર્ટે (Gandhinagar Court ) સચિન દીક્ષિતના (Sachin Dikshit) 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ ચકચારી કેસમાં તેના તરફથી કોઈ વકીલ પણ હાજર નહોતો. આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે મર્ડર અને બાળકને તરછોડી દેવાની વાતને જોઈ Gandhinagar Bar Association ના વકીલો પણ આ કેસમાં આરોપી તરફે ન લડવા અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
    ગાંધીનગર બાર એસોસિએશન સચિન દીક્ષિતનો કેસ નહીં લડે



    Gandhinagar Bar Association ના કોઈપણ સભ્ય આ કેસમાં ક્યાંય નહીં રોકાય

    ગાંધીનગર બાર એસોસિએશનના (Gandhinagar Bar Association) પ્રમુખ લાલસિંહ ગોહિલે કહ્યું હતું કે, આ કેસમાં તેને મર્ડર પણ કર્યું હોવાની વાત સામે આવી છે. ત્યારે બાળકનું શું? આ બાળક પર લાગણી હતી જેથી બાર એસોસિએશનના કોઈપણ સભ્ય તેમાં નહીં રોકાય તેવું અમે નક્કી કર્યું છે. આ એક અધમ કૃત્ય છે ત્યારે તેના તરફેણમાં ગાંધીનગર બાર એસોસિએશન તરફથી કોઈ વકીલ હાજર નહી રહે. નાના બાળકનું શું તેનો ખ્યાલ કદાચ આરોપીને નહીં હોય. જેથી આ બધી બાબતોને જોતાં અમે આ બાબતે અળગા રહીશું.


    આજે પણ તેના તરફથી કોઈ વકીલ હાજર નહોતો

    ગાંધીનગર કોર્ટમાં (Gandhinagar Court ) જ્યારે સચિન દીક્ષિતને (Sachin Dikshit) હાજર કરવામાં આવ્યો હતો ત્યારે આજે પણ તેના તરફથી કોઈ વકીલ હાજર નહોતો. સરકાર તરફથી કોર્ટે વકીલને લીગલ ડિપાર્ટમેન્ટમાંથી (Legal Aid ) હાજર રહેવા કહ્યું હતું. જેથી તેમના તરફથી આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.



    આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ

ABOUT THE AUTHOR

...view details