ગાંધીનગરઃ ચૂંટણી અધિકારી તરીકે કલોલના પ્રાંત અલ્પેશ જોશીની નિમણૂક કરાઈ હતી. સભા શરૂ થઇ ત્યારથી ભાજપના નવ સભ્યો દ્વારા સભાખંડમાં જ તેમના રદ થઈ ગયેલા સભ્યોને સભાખંડમાં મતદાન માટે હાજર રાખવા માટેની માગ કરવામાં આવી હતી. ત્યારે ભાજપના સભ્યો દ્વારા સતત ધાંધલધમાલ કરવામાં આવતાં ચૂંટણી અધિકારી અલ્પેશ જોષીએ આ ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખી હતી. ભાજપના રદ થઈ ગયેલા 6 સભ્યોએ દેકારો મચાવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડાંનો સમાવેશ કરવામાં આવતાં તાલુકા પંચાયતના કુલ 9 સભ્યોનું સભ્યપદ રદ થઇ ગયું છે. જેમાં ભાજપના 6 અને કોંગ્રેસના 3 સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારે ભાજપના 6 સભ્યોએ સભાખંડમાં આવવા માટે સતત દેકારો મચાવ્યો હતો તેમને કોંગ્રેસ હાય-હાયના નારા પણ લગાવ્યાં હતાં અને અંતે સભા ખંડના દરવાજા સુધી પહોંચી ગયાં હતાં.
ગાંધીનગરઃ ધાંધલધમાલ વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુલતવી, કોંગ્રેસના સભાખંડમાં જ ધરણા આ મામલો વધુ ગંભીર થતાં પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. આ તમામ પરિસ્થિતિને લઈને પ્રાંત અધિકારીએ ચૂંટણી પ્રક્રિયાને મુલતવી રાખી હતી. ગાંધીનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી. સામાન્ય રીતે પોલીસ જ્યારે ભાજપનું શાસન હોય ત્યારે પોતાના હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે. તેવી જ રીતે આજે ગાંધીનગર તાલુકા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. ભાજપના રદ થઈ ગયેલા 6 સભ્યો પોતાના પતિ સાથે સભાખંડ સુધી ધસી આવ્યાં હતાં. દરવાજાને તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો તેમ છતાં બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું જોવા મળ્યું ન હતું.
ગાંધીનગરઃ ધાંધલધમાલ વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુલતવી, કોંગ્રેસના સભાખંડમાં જ ધરણા ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કલોલમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી રહેલાં અલ્પેશ જોશીને ચૂંટણી અધિકારી નીમવામાં આવ્યાં હતાં. પરંતુ ભાજપના દેકારા વચ્ચે ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પ્રાંત અધિકારી વેચાઈ ગયાં છે. સરકારના ઈશારે પ્રાંત અધિકારી નિર્ણય લઇ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત અધિકારી હાય-હાયના નારા પણ લગાવ્યાં હતાં. તાલુકા પંચાયતમાં સીધી રીતે જ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવે તેવી બહુમતી જોવા મળી રહી હતી. જ્યારે ભાજપ પાસે બહુમતી જોવા મળતી ન હતી, તેમ છતાં પ્રાંત અધિકારીએ મનસ્વી રીતે ચૂંટણી પ્રક્રિયાને રોકી દેતાં કોંગ્રેસના સભ્યોએ કહ્યું હતું કે, જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ સભાખંડની બહાર નીકળશે નહીં.
ગાંધીનગરઃ ધાંધલધમાલ વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુલતવી, કોંગ્રેસના સભાખંડમાં જ ધરણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રહેતાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી તાલુકા પંચાયતના હોલમાં ધરણા કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસના તમામ સભ્યે ધરણા કરતાં રામધૂન બોલાવી હતી. વિવાદો વચ્ચે ભાજપના ઉપપ્રમુખે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. આમ સમગ્ર રીતે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. ભાજપના સભ્યો દ્વારા સતત ધાંધલધમાલ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન તાલુકા પંચાયતના વર્તમાન ઉપપ્રમુખ જગદીશભાઈ રમણભાઈ પટેલે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો.