ગુજરાત

gujarat

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ હવેથી રેમડેસીવીર ઈન્જેક્શન માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં

By

Published : Apr 15, 2021, 10:54 PM IST

રાજ્ય સરકાર દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. આ પહેલા જે દર્દીઓને આર્ટિફિશિયલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને જ રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા.

રેમડેસીવીર ઈન્જેક્શન
રેમડેસીવીર ઈન્જેક્શન

  • રેમડેસીવીર ઈન્જેક્શનને લઈ સરકારનો મોટો નિર્ણય
  • રેમડેસીવીર ઈન્જેક્શન લેવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહિં
  • આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કર્યો

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. આ પહેલા જે દર્દીઓને આર્ટિફિશિયલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને જ રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. પરંતુ ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય કરતા જણાવ્યું હતું કે, હવે ઇન્જેક્શન માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. જેને લઈને આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પરિપત્ર પણ જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃ સુરત શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોને 3,000 રેમડેસીવીર ઇન્જેક્શન અપાશે

HRCT અને રેપિડ એન્ટીજન રિપોર્ટ આધારે ઇન્જેક્શન મળશે

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી હવેથી HRCT રેપિડ એન્ટીજન રિપોર્ટના આધારે પણ રેમડેસીવીર ઇન્જેક્શન લોકોને ઉપલબ્ધ થશે. જોકે બીજો પ્રશ્ન અહીં એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, એક બાજુ ઈન્જેક્શનની અછત છે, લોકો ઈન્જેક્શન લેવા માટે પડાપડી કરી રહ્યા છે, કાળાબજારી પણ જોવા મળી છે, ત્યારે રેમડેસીવીર ઈન્જેક્શન શું વધુ લોકોને મળશે. તેને લઈને સવાલ પણ ઊભો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ઈન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યું બહાર

સરકારે નવા રેમડેસીવીર ઈન્જેક્શન ખરીદ્યા

રેમડેસીવીર ઈન્જેક્શનનું ઉત્પાદન બહુ જૂજ કંપનીઓ જ કરી રહી છે. જોકે, સરકારે બે લાખ રેમડેસીવીર ઈજેક્શન ખરીદ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. જોકે, આ પહેલા અન્ય રાજયોને પણ રેમડેસીવીર ઈન્જેકશન અહીંથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. યુપીમાં અહીંથી 25 હજાર રેમડેસીવીર ઈન્જેક્શન મોકલવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી છે, ત્યારે શું ગુજરાતને નવા ઇન્જેક્શન મળશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details