- રાજ્યમાં કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થું
- 1 જુલાઈ 2021 થી મોંઘવારી ભથ્થું લાગુ પડશે
- ઓક્ટોબર માસમાં જાહેર કરવામાં આવ્યું હતું ભથ્થું
- રાજ્યમાં 6ઠા અને 7માં પગારપંચનો અમલ થશે
ગાંધીનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ કરે તે પહેલા જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે(Rupani Government) ચૂંટણીની તારીખ જાહેર થાય અને આચાર સહિતા લાગુ થાય તેના એક કલાક પહેલાં જ સરકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચની જોગવાઈ લાગુ કરવાની જાહેરાત કરીને 28 ટકા મોંઘવારી ભથ્થુ(Dearness Allowance) આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના અનેક દિવસો વીતી ગયા હોવા છતાં પણ રાજ્ય સરકાર (CM Bhupendra Patel) દ્વારા કોઈ સર્ક્યુલેશન બહાર ન પડાતાં અને કર્મચારીઓને પ્રશ્ન ઉભો થયો હતો.
રૂપાણી સરકારની જાહેરાત, ભુપેન્દ્ર પટેલની સરકારે અનુસરી
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી, ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ રૂપાણી સરકારમાં જાહેર થયેલા ૨૮ ટકા મોંઘવારી ભથ્થાનો અમલ થશે કે નહીં તે બાબતે સરકારી કર્મચારીઓ અવઢવમાં મુકાયા છે, પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારે તાત્કાલિક ધોરણે 22 સપ્ટેમ્બરના રોજ ઠરાવ કરીને રૂપાણી સરકારે કરેલી જાહેરાતનું અનુકરણ કર્યું હતું.
1 જુલાઈ 2021 થી લાગુ