- રાજ્યના નવનિયુક્ત માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાને યોજી બેઠક
- જેટલા રસ્તા તૂટ્યા છે, તે તમામની વિગતો સાથે આગામી સમયમાં મળશે બીજી બેઠક
- તૂટેલા રસ્તાઓના રિપેરીંગ માટે 1થી 10 ઓક્ટોબર દરમિયાન લેવાશે મહત્વનો નિર્ણય
ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં માર્ગ-મકાન વિભાગનો હવાલો ધરાવતા કેબિનેટ કક્ષાના પ્રધાન પૂર્ણેશ મોદીએ રાજ્યના રોડ-રસ્તાઓની વિગતો સાથે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યમાં કયા વિસ્તારમાં કયા જિલ્લાઓમાં કેટલા રસ્તાઓ અને કેટલા કિલોમીટરના રસ્તાઓ તૂટ્યા છે. તે બાબતની માહિતી સાથે આગામી સમયમાં રોડ રસ્તા રીપેરીંગ માટેનું પણ આયોજન કરાયું હોવાની વિગતો આપી હતી.
ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે વિગતો
રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ તૂટી ગયા છે. આ બાબતે અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ વિગતો લેવામાં આવી છે અને આ બાબતે અત્યારે કામકાજ પણ પ્રગતિમાં છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદના કારણે કેટલા કિલોમીટરના રસ્તાઓ તૂટ્યા છે તેની વિગત પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યારે આ રસ્તાના રિપેરીંગ કેવી રીતે થશે. તેના આયોજનની માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.